________________
૫૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન પણ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે. આ દૃશ્યમાન જગતની બધી જ વસ્તુઓ વિનાશશીલ છે. જેને ‘આત્મા' કહેવામાં આવે છે એવું કોઈ સ્થિર કે નિત્ય તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. મહાત્મા બુદ્ધ ચેતનાની જુદી જુદી અવસ્થાઓનો સ્વીકાર કર્યો છે, પણ કોઈ સ્થાયી ચૈતન્યતત્ત્વનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી, તેથી તેમના મતને અનાત્મવાદ અથવા નૈરાત્મવાદ કહે છે.
જડ પદાર્થનો વિકાર એ ચૈતન્ય નથી એ વાતમાં જૈનોની સાથે બૌદ્ધો સહમત થાય છે, પણ જૈનોની જેમ બૌદ્ધો આત્મા નામના એક સદુપદાર્થનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે કે પ્રત્યેક પળ વિજ્ઞાનનો ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કોઈ સ્થાયી સતુપદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કારરૂપે હોય છે, તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમૂહની અંદર પરંપરારૂપે કાર્ય-કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કે વિજ્ઞાનસંતાન કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી કોઈ વસ્તુ છે નહીં.
બૌદ્ધમત મુજબ અન્ય જેને આત્મા કહે છે તે પાંચ વિભાગો અથવા સ્કંધોનો બનેલો છે. તે આ પ્રમાણે છે – ૧) રૂપ સ્કંધ (matter) – હલન-ચલનની શક્તિઓવાળું અને ઇન્દ્રિયોના સમૂહરૂપી શરીર તે રૂપ સ્કંધ છે. રૂ૫ અંધ શબ્દ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે સમસ્ત ભૂત - ભૌતિક શેય પદાર્થો. ૨) વિજ્ઞાન સ્કંધ (reason, consciousness) – ‘છું' એવું જ્ઞાન તથા પાંચ ઇન્દ્રિયોથી જન્ય રૂપ, રસ, ગંધ આદિ વિષયોનું જ્ઞાન, એ બન્ને જ્ઞાન વિજ્ઞાન સ્કંધ દ્વારા કહેવામાં આવે છે. વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક નિર્વિચાર વિષયાકાર જ્ઞાન. ૩) વેદના સ્કંધ (feeling) – બાહ્ય વસ્તુનું જ્ઞાન થતાં ચિત્તની જે વિશેષ અવસ્થા થાય છે તે જ વેદના સ્કંધ છે. વેદના ત્રણ પ્રકારની હોય છે - સુખ, દુઃખ તથા ન સુખ - ન દુઃખ. ૪) સંજ્ઞા સ્કંધ (perception) - સવિકલ્પક જ્ઞાનનું નામ સંજ્ઞા સ્કંધ છે. જ્યારે કોઈ વસ્તુને નામ, જાતિ, ગુણ, ક્રિયા આદિથી સંયુક્ત કરીને તેનું જ્ઞાન કરવામાં આવે છે તો તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ૫) સંસ્કાર સ્કંધ (mental dispositions) – સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે. રાગાદિ ક્લેશ, મદ-માનાદિ ઉપક્લેશ અને ધર્મ-અધર્મ એ સર્વ સંસ્કાર સ્કંધની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org