________________
ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન
૫૩૭ જેવો કર્મનાં પુદ્ગલો અને આત્માનો સંયોગ થાય છે. કર્મથી યુક્ત આવા આત્માને બદ્ધ આત્મા કહે છે.
- જ્યારે આ બદ્ધ આત્મા આસવના નિરોધરૂપ સંવર કરે છે, અર્થાત્ જે નિમિત્તોથી કર્મ બંધાય છે તે નિમિત્તોને રોકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મોના ક્ષયરૂપ નિર્જરા કરે છે, ત્યારે તેની મોક્ષ તરફની ગતિ શરૂ થાય છે. જ્યારે કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે, જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તૂમડી ઉપરથી માટી નીકળી જતાં તે તૂમડી પાણીની ઉપર આવી જાય છે, તેમ આત્મા ઉપરનો કર્મરૂપી મેલ દૂર થતાં તે વિદેહમુક્ત બનેલ આત્મા સ્વતઃ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરી, લોકાગે જઈ, અનંત કાળ સુધી મોક્ષસુખમાં બિરાજમાન થાય છે. (૨) મોક્ષ ઉપાય
‘જૈન' શબ્દથી જ સૂચવાતું જૈન ધર્મનું ખરું સ્વરૂપ એના આચાર વિષેના ઉપદેશમાં સમાયેલું છે. જૈન દર્શન માત્ર જ્ઞાન કે માત્ર ચારિત્ર ઉપર ભાર ન આપતાં બન્ને ઉપર એકસરખો ભાર આપે છે. આ બન્ને સાથે શ્રદ્ધાને ઉમેરી તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને “રત્નત્રય અથવા જીવનના ત્રણ અમૂલ્ય સિદ્ધાંતો ગણે છે. આ ત્રણમાંથી પ્રથમ સ્થાન સમ્યગ્દર્શનને અપાયું છે, કારણ કે સમ્યક્ ક્રિયા પણ મિથ્યાદષ્ટિ સહિત આચરવામાં આવે તો તેનું મૂલ્ય મોક્ષાર્થે નહીંવત્ છે. જૈન આગમોના ઉપદેશક તથા તેમના ઉપદેશમાં દઢ શ્રદ્ધા હોવી એનું નામ સમ્યગ્દર્શન, જેનો આશય ખાસ કરી આધ્યાત્મિક વિકાસમાં અવરોધક એવી શંકાઓને દૂર કરવાનો છે. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું જ્ઞાન એ સમ્યજ્ઞાન છે. જે શીખવવામાં આવ્યું હોય અને સાચું મનાયું હોય તેને આચારમાં મૂકવું તે સમ્યક્યારિત્ર છે અને તે જ જીવનઘડતરનું તેમજ મોક્ષસાધનાનું એક મહત્ત્વનું અંગ છે.
મોક્ષરૂપી સાધ્યને સિદ્ધ કરવા માટે જૈન દર્શને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિને અનિવાર્ય માની છે. અનંત કાળથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ ત્રણ રત્નની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ આત્માના જ મૂળ ગુણો છે અને એ ગુણોનો સંપૂર્ણ વિકાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણો પરસ્પર સંબદ્ધ છે અને એમાંથી કોઈ પણ એકનો વિકાસ અધૂરો હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી. સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, સમ્યજ્ઞાન વિના સમ્મચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યક્રચારિત્ર વિના શેષ સકલ કર્મનો નાશ થઈ શકતો નથી અને સકલ કર્મોનો નાશ કર્યા વિના મોક્ષની - પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org