________________
૫૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભગવાન મહાવીર આદિ જે તીર્થંકરો થઈ ગયા છે તેમને જૈનો ભગવાન તરીકે પૂજે જ છે. આ પૂજા પાછળનો હેતુ વરદાન આદિ માંગવાનો નથી. વળી, તીર્થંકરો વરદાન આપે નહીં અને આપી શકે પણ નહીં એમ તેઓ માને છે. તેમની પૂજા કરવા પાછળ તેમના જેવા ગુણો કેળવવાનો અને મોક્ષ માટે પ્રકાશ તથા માર્ગદર્શન મેળવવાનો હેતુ છે. પૂજામાં પોતાના જીવનને ઉન્નત કરી દિવ્યતા કેળવવાની ભાવના હોય છે. તીર્થકરોની પૂજામાં આત્મસાક્ષાત્કારના માર્ગે જવાના અને તેમના જેવા બનવાના ધ્યેયનો ઉદ્દેશ રહેલો હોય છે.
(IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
રાગાદિ વિકારો, જ્ઞાનાવરણીયાદિ કર્મો અને દેહાદિ નોકર્મોથી સંપૂર્ણપણે મુક્ત થવું તેને જૈન દર્શન મોક્ષ કહે છે. રાગાદિ વિકારોથી સંપૂર્ણપણે મુક્ત થવું તે ભાવમોક્ષ છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણોનો સંપૂર્ણ વિકાસ એ જ ભાવમોક્ષ છે અને જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ અને દેહાદિ નોકર્મથી સર્વથા છૂટી જવું તે દ્રવ્યમોક્ષ છે. પાંજરામાં રહેલો સિંહ જેમ પાંજરાથી જુદો છે, તેમ આત્મા દેહમાં રહેવા છતાં દેહથી ભિન્ન છે; અને તે કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થતાં દેહમુક્ત થાય છે. શુદ્ધાત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો હોવાથી તે મુક્ત આત્મા એક સમયમાં લોકારે પહોંચી સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. ગતિસહાયક ધર્મતત્ત્વ લોકની બહાર નહીં હોવાથી તે આત્મા લોકની બહાર જઈ શકતો નથી, તેથી લોકારો સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. ત્યાં સિદ્ધાલયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિસુખમાં અનંત કાળ સુધી સ્વસ્વભાવ રમણતામાં સ્થિર રહે છે. આ સિદ્ધપદની આદિ એટલે શરૂઆત છે પણ અંત નથી, અનંત કાળ પર્યત તેની શાશ્વત સ્થિતિ છે, તેથી તેને સાદિ-અનંત સમાધિસુખથી પૂર્ણ સહજપદ કહ્યું છે. બૌદ્ધ દર્શનના ‘દીપક બુઝાઈ જવારૂપ' મોક્ષ કે વેદાંત દર્શનના ‘બહ્મમાં વિલીન થઈ જવારૂપ' મોક્ષ કે ન્યાય દર્શનના ‘જ્ઞાન ગુણના અભાવરૂપ' મોક્ષના ખ્યાલ કરતાં જૈન દર્શનનો મોક્ષ વિષેનો ખ્યાલ તદ્દન ભિન્ન છે.
જૈન દર્શન અનુસાર કર્મબંધના હેતુ એવા આસવોના નિરોધરૂપ સંવર તેમજ નિર્જરા વડે કર્મનો સર્વથા ક્ષય થયા પછી જે સ્વભાવસિદ્ધ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે તેને મોક્ષ કહે છે. પુણ્ય કે પાપરૂપી કર્મોનો આત્મા સાથે સંબંધ થવાનાં નિમિત્તો અથવા કારણોને આસવ કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના શુભ કે અશુભ વ્યાપારોથી કર્મનાં પુદ્ગલો જે લારથી આત્મામાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આસવ છે. કર્મનાં પુગલોનો આત્મા સાથે સંબંધ થવો તેને બંધ કહે છે. દૂધ અને પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org