________________
પદર્શનપરિચય – જૈન દર્શન
૫૩૩ શકે છે તે ત્રસ જીવો કહેવાય છે. માટી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિમાં રહેલા જીવો સ્થાવર કહેવાય છે. સ્થાવર જીવોને માત્ર એક જ ઇન્દ્રિય હોય છે અને તે છે સ્પર્શેન્દ્રિય. ત્રસ જીવોને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય હોય છે. શંખ, છીપ, અળસિયા, વાળા વગેરેને સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયો હોય છે. માંકડ, જૂ, ઇયળ, મંકોડા વગેરેને સ્પર્શ, રસ અને ઘાણ એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. પતંગિયા, માખી, મચ્છર, વાંદા વગેરેને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો હોય છે. ગાય, બકરી, પોપટ, માણસ વગેરેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એમ પાંચ ઇન્દ્રિયો હોય છે. જે પંચેન્દ્રિય જીવોને મન પણ હોય છે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં જીવોનાં ભેદ-પ્રભેદ અને કાર્ય વિષેની વિચારણા અત્યંત સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. (૨) વિશ્વ વિષે વિચાર
વિશ્વસૃષ્ટિ માટે જવાબદાર એવી કોઈ સર્વોપરી વ્યક્તિની કલ્પના જૈન દાર્શનિકો સ્વીકારતા નથી. સર્વશક્તિમાન ઈશ્વર જગતકર્તા છે અને આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે - એવા ઈશ્વરકર્તુત્વને જૈન દર્શનમાં સ્થાન નથી. જૈનમત પ્રમાણે આ વિશ્વ અનાદિ છે અને અનંત છે. એને ન તો કોઈએ બનાવ્યું છે અને ન તો કોઈ એનો કદી વિનાશ કરી શકે છે. તે સ્વયંસિદ્ધ છે. વિશ્વનો કદી સર્વથા નાશ થતો નથી, તેમાં માત્ર પરિવર્તન થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં તે પરિવર્તન નિરંતર થતું જણાય છે.
આ આખું વિશ્વ પરિવર્તનશીલ હોવા છતાં નિત્ય છે અને એ નિત્ય હોવા છતાં પણ પરિવર્તનશીલ છે. એ નિત્ય-અનિત્યાત્મક છે. એની નિત્યતા સ્વતઃસિદ્ધ છે અને પરિવર્તન એનો સ્વભાવગત ધર્મ છે. નિત્યતાની જેમ અનિત્યતા પણ વસ્તુનું સ્વરૂપ છે. પ્રત્યેક વસ્તુ સત્સ્વરૂપ છે. સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત હોય છે. ઉત્પાદ અને વ્યય પરિવર્તનશીલતાનું નામ છે અને ધ્રૌવ્ય નિત્યતાનું નામ છે. પ્રત્યેક પદાર્થ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યથી યુક્ત છે, એથી તે દ્રવ્ય છે. પ્રત્યેક દ્રવ્ય ગુણ અને પર્યાયવાળું હોય છે. ૨ જે દ્રવ્યના પૂરા ભાગમાં અને સમસ્ત પર્યાયોમાં રહે તેને ગુણ કહે છે તથા ગુણોનાં પરિણમનને પર્યાય કહેવામાં આવે છે.
જૈન દર્શન અનુસાર આ વિશ્વમાં છ દ્રવ્યોથી અતિરિક્ત કાંઈ નથી, છ દ્રવ્યોના ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૫, સૂત્ર ૨૯
“ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ !' ૨- જુઓ : એજન, સૂત્ર ૩૭
‘ગુગપર્યાયવ દ્રવ્યમ્ !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org