________________
૫૩
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સ્યાદ્વાદ સ્વભાવે માત્ર ચિંતનશીલ જ નથી, પરંતુ સત્તામૂલક પ્રશ્નોના ઉકેલની ચાવી પણ તે આપે છે. તેણે દાર્શનિકોને વિચારની દૃઢતા આપી, એવી પ્રતીતિ કરાવી છે કે સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું નથી. સ્યાદ્વાદનો સિદ્ધાંત ખૂબ સાવચેતી રાખવાનું સૂચવે છે, તેમજ તત્ત્વના સ્વરૂપની વ્યાખ્યા કરતાં બધા જ એકાંતિક આરહોને ત્યજી દેવાનું કહે છે. તાત્ત્વિક સિદ્ધાંતની બાબતમાં સૂક્ષ્મ ભેદોને ઝીણવટથી વળગી રહેવાની વૃત્તિ એમાં રહેલી છે. સ્યાદ્વાદનો આશય સત્યને વધુમાં વધુ દૃષ્ટિકોણથી પામવાનો અને પ્રામાણિક પ્રસાર કરવાનો છે. સ્યાદ્વાદ માત્ર બૌદ્ધિક વ્યાયામ કે વાગ્વિલાસ કરવા માટે નથી. સાધકને તે બૌદ્ધિક સહિષ્ણુતાનો ગુણ આપે છે. આવી સહિષ્ણુતા જૈન ધર્મના મૂળ સિદ્ધાંત - અહિંસાના જ એક ભાગરૂપે છે.
જૈન દર્શન અનેકાંતદષ્ટિને અનુસરી સત્તત્ત્વના સ્વરૂપનું નિરૂપણ સાત પ્રકારનાં વિધાનો દ્વારા કરે છે, જેને ‘સપ્તભંગી નય' કહે છે. જૈન દર્શનના આ સપ્તભંગી નયમાં ‘ભંગ' એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનનો પ્રકાર અથવા વાક્યરચના અને ‘નથ’ એટલે વસ્તુના એક અંશને જે સ્પર્શે છે તે દષ્ટિબિંદુ. ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી એક જ વસ્તુનાં જે ભિન્ન ભિન્ન દર્શન થાય છે, એના જ આધારે ભગવાદની રચના થાય છે. જે બે દર્શનોના વિષય પરસ્પર વિરોધી હોય એવાં દર્શનો વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, તેમના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બને અંશોને લઈને તેના આધારે જે સંભવિત વાક્યભંગો રચવામાં આવે છે એ જ સપ્તભંગી છે. સપ્તભંગી નય તેના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે – (૧) સ્વાતું અસ્તિ = કથંચિત્ છે. (૨) સ્યા નાસ્તિ = કથંચિતું નથી. (૩) સ્યાત્ અતિ નાસ્તિ = કથંચિત્ છે અને નથી. (૪) સ્યાત્ અવક્તવ્ય: = કથંચિત્ અવક્તવ્ય છે. (૫) ચાતુ અતિ ચ અવક્તવ્યઃ = કથંચિત્ છે અને અવક્તવ્ય છે. (૬) સ્યાત્ નાસ્તિ ચ અવક્તવ્ય = કથંચિતું નથી અને અવક્તવ્ય છે. (૭) ચાતું અસ્તિ ચ નાસ્તિ ચ અવક્તવ્યઃ = કથંચિત્ છે, કથંચિતું નથી અને
અવક્તવ્ય છે.
ઉપરના સાત વિધાનોમાંથી પ્રથમ ચાર મુખ્ય જણાય છે અને બાકીનાં છેલ્લાં ત્રણ વિવિધ રીતે ફલિત થાય છે. આ સપ્તભંગી નય સમજવા માટે એક મૂર્ત ઉદાહરણ રોજિંદા વ્યવહારમાંથી જ લઈએ. ઉદા.ત. મરણપથારીમાં પડેલા કોઈ દરદીના સંબંધમાં પૂછવામાં આવે કે તેની હાલત કેવી છે? તો તેના જવાબમાં વૈદ નીચે પ્રમાણે સાત પ્રકારના ઉત્તરોમાંથી કોઈ પણ એક ઉત્તર આપી શકે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org