________________
ષડ્રદર્શનપરિચય - ચાર્વાક દર્શન
૫૧૯ છે. પ્રમાણમીમાંસા ઉપર તેણે જે તાર્કિક દલીલ કરી, તેના પરિણામરૂપે તવિષયક દાર્શનિક સાહિત્યની પણ વૃદ્ધિ થઈ. આસ્તિકોનાં દર્શનોને સુંદર, સુઘડ અને તર્કસંગત બનાવવામાં આ રીતે ચાર્વાક દર્શનનો પરોક્ષ ફાળો છે. જો તેણે ખંડન કર્યું ન હોત તો આસ્તિક દર્શનો આટલાં તેજસ્વી બની શક્યાં ન હોત, કારણ કે ચાર્વાકના જ સૂત્રોને પૂર્વપક્ષ તરીકે લઈને, તેનું ખંડન કરીને અન્ય દર્શનોએ પોતાના મતનું ખંડન કર્યું છે. ચાર્વાકવિચારકો અન્ય દાર્શનિક વિચારકો સાથે ચર્ચામાં ઊતરી શક્યા તે જ તેમની બુદ્ધિમત્તાનું દર્શન કરાવે છે.
તટસ્થ દૃષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે ચાર્વાક દર્શન ઋષિજનોના અનુભવોનો વિરોધ કરનારું ન હતું અને તેમના અનુભવો જૂઠા છે એવું કહેવાનો આશય પણ કદાચ તેનો ન હતો. તેના અનુયાયીઓ તો માત્ર અવાસ્તવિક ફિલસૂફીના વિરોધી હતા. વિશાળ જનસમુદાયની દૈનિક હાડમારીઓ તરફ આંખો મીંચી દઈ, આત્મા-પરમાત્માની વાતો કરનારા આચાર્યોની વાતો તેમની દૃષ્ટિએ નિરુપયોગી હતી. પરમાર્થની વાતો કરનારાઓ વ્યવહારની નક્કર વાતો તરફ દુર્લક્ષ સેવે છે, એટલા માટે તેમણે પ્રહારો કર્યા હતા. જો તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં આ પ્રકારની વિચારસરણીની કસોટી કરીએ તો ચાર્વાક દર્શન એટલું દોષિત માલૂમ પડતું નથી, પરંતુ તે એક સમયાનુવર્તી સામાજિક - રાજકીય - દાર્શનિક વિચારસરણી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org