SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શનપરિચય - ભારતીય દર્શન ૫૦૧ પરમાત્મા આદિ ઇન્દ્રિયાતીત વસ્તુઓનો જે સ્પષ્ટ, અસંદિગ્ધ અને તેથી જ અવિચલિત એવો બોધ તે જ દર્શન છે. દર્શન એ જ્ઞાનશુદ્ધિની અને તેની સત્યતાની પરાકાષ્ઠા છે. દર્શન એટલે જ્ઞાનશુદ્ધિનો પરિપાક.૧ અધ્યાત્મવિદ્યાના અર્થમાં રૂઢ થયેલ ‘દર્શન’ શબ્દનો મૂળ ભાવ શું છે તે જોયું. જો કે તેનો સામાન્ય અર્થ માત્ર એટલો જ થાય છે કે સત્યને જાણવાનો પુરુષાર્થ. પ્રત્યેક દર્શન - પછી તે પૌરય હોય કે પાશ્ચાત્ય - સત્યને પોતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરે છે. તત્ત્વજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત વિચાર કર્યા વગર માન્ય રાખવામાં આવતો નથી. માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને લગતી અનેકવિધ મૂળભૂત માન્યતાઓમાંની પ્રત્યેક માન્યતા પ્રત્યે શંકાનું વલણ રાખીને તત્ત્વજ્ઞાની તેની સાંગોપાંગ પરીક્ષા કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. તેથી દર્શનનો સાધારણ અર્થ થાય છે - આલોચનાત્મક વ્યાખ્યા અથવા વસ્તુસ્વરૂપની સયુક્તિક મીમાંસા. (III) દર્શનશાસ્ત્રનું લક્ષ્ય શું? શાસ્ત્ર એટલે કોઈ વિશિષ્ટ વિષયનું, વિચાર તથા અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું વ્યવસ્થિત અને સંકલિત જ્ઞાન. જીવ, જગત અને ઈશ્વરનાં સ્વરૂપનું અને તેમના પરસ્પર સંબંધનું નિરૂપણ અને પરીક્ષણ એ દર્શનશાસ્ત્રનો પ્રધાન હેતુ છે. અગાઉ જોઈ ગયા તેવા અનેક કૂટ પ્રશ્નો માનવી ઉઠાવે છે અને પોતાની બુદ્ધિ અનુસાર તેના ઉત્તરો શોધવા તે અથાક શ્રમ પણ સેવે છે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ યુગોથી શરૂ કરી આજ પર્યત સાધના, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા પ્રાપ્ત સ્વકીય જ્ઞાન વડે જ્ઞાનીઓ અને દાર્શનિકો આપતા રહ્યા છે અને તેને તત્ત્વજ્ઞાન એવું નામ આપવામાં આવે છે. આ તત્ત્વજ્ઞાન માનવીને તેની જિજ્ઞાસા તૃપ્ત કરવામાં મદદ કરે છે. તત્ત્વજ્ઞાન એ નથી કોઈ બુદ્ધિજનોની શાબ્દિક કસરત, નથી તે કોઈ નિરર્થક વાજાળ કે નથી શુષ્ક માથાકૂટ; એ કેવળ અટકળ પણ નથી; એ તો પદ્ધતિપૂર્વકનું એક અનોખું દર્શન છે. જીવનની રહસ્યમય ઊંડી સમસ્યાઓનો સાચો, સ્પષ્ટ અને સુરેખ ઉકેલ છે. એ તો દુઃખમાંથી મુક્ત થવાનો અને અમરત્વ તથા શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. દર્શનશાસ્ત્રોનું ધ્યેય માત્ર માનવબુદ્ધિને સંતોષ આપવાનું છે એમ ઘણી વખત માનવામાં આવે છે, પરંતુ તત્ત્વજ્ઞાન એ કેવળ બૌદ્ધિક વિલાસનો વિષય નથી. એના આધારે તો જીવનનું ઘડતર થતું હોય છે. કેવળ બુદ્ધિ કસવાના અખાડા તરીકે જ જો તત્ત્વજ્ઞાનની ચર્ચા થતી હોય તો તે ઇચ્છનીય નથી. તત્ત્વજ્ઞાનનું જીવનસિદ્ધાંતમાં પર્યવસાન થવું જોઈએ. ભારતના પ્રાચીન ઋષિમુનિઓ માટે તત્ત્વજ્ઞાન એ ક્યારે પણ ૧- પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy