________________
४८०
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
સુખનો જે અભિલાષી છે અને આત્માના પરમ શાંતિપદની જેને અપેક્ષા છે, તેને આ શાસ્ત્ર પરમ હિતકારી થશે એમાં સંદેહ નથી. આ આત્મસિદ્ધિરૂપ અમૃતરસ જે કોઈ પીશે તે તત્ત્વરસિક અવશ્ય મુક્તિનું ભાજન થઈ, અમરત્વને પામી મોક્ષનું અનંત અવ્યાબાધ અક્ષય સુખ પામશે.”
આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તેનું નામ સાર્થક થાય તેવો જ ઉપદેશ છે. અધ્યાત્મસાહિત્યમાં અગ્રસ્થાને મૂકી શકાય તેવો અનન્ય ગ્રંથ છે. વર્તમાન કાળના મુમુક્ષુઓને તે શ્રીમનો ઉત્તમ વારસો છે. સમ્યક્ સાધનામાર્ગના ઉદ્ધારક, આત્મધર્મના ઉજાગર શ્રીમદે અધ્યાત્મતત્ત્વરસ વહેવડાવી સ્વ-પર ઉપકાર કર્યો છે. સર્વ જીવો આ ગ્રંથ વાંચી જીવન ધર્મમય બનાવી, અખંડ અવિચ્છિન્ન સાદિ-અનંત સમાધિસુખ પ્રાપ્ત કરે એવી અંતઃકરણની ભાવનાપૂર્વક શ્રીમદે તેની રચના કરી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું ઉદ્બોધન કરતો શ્રીમનો દિવ્ય નાદ મુમુક્ષુઓને સપ્રેમ આવાન કરે છે કે હે મોક્ષના કામી મુમુક્ષુઓ! આત્મસિદ્ધિશાસ્ત્રનું અવગાહન કરી, મોક્ષપ્રાસાદનું શિલાન્યાસ ત્વરાથી કરી, તે મહાપ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના ઉપર કેવળજ્ઞાનરૂપ કળશ ચઢાવી, આત્મસિદ્ધિરૂપ વાસ્તુ કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરો.'
૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', પ્રસ્તાવના, પૃ.૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org