________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 475 શ્રીમના અનુભવજ્ઞાનના આ અમૂલ્ય ઉદ્બોધનનું અધ્યાત્મસાધકો ઉપર અપરિમિત ઋણ છે. તેઓ આરાધક વર્ગ માટે અમૂલ્ય વારસો મૂકી ગયા છે. જગતનું મિથ્યાત્વદારિદ્રશ્ય દૂર કરવા તેમણે જગતને પરમાર્થસંપત્તિથી સમૃદ્ધ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપે તેમણે જ્ઞાનયોગનું વ્યવસ્થિત, અસંદિગ્ધ, તર્કસંગત, સરલ અને સુબોધ પ્રતિપાદન કરનાર તથા જ્ઞાનયોગને સિદ્ધ કરવાની પદ્ધતિ બતાવનાર ઉત્તમ ગ્રંથનું દાન કર્યું છે. તેમના અનન્ય તત્ત્વમંથનના નવનીતરૂપ, આત્માનુભૂતિમય પરમ અમૃતરસથી ભરેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જ્ઞાનયોગનું ઊંચામાં ઊંચું શિખર છે. તેનો દિવ્ય પ્રકાશ દેશ-કાળ-જાતિના બંધનથી મુક્ત રહી, દૂર સુદૂરથી આત્માર્થી જનોને આકર્ષીને તેમને જ્ઞાનયોગની સાધનામાં ત્વરિત પ્રગતિ કરાવે છે. (8) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ભક્તિયોગ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માં તત્ત્વજ્ઞાનની પ્રધાનતા હોવા છતાં શ્રીમદે તેમાં કુશળતાપૂર્વક ભક્તિયોગના સિદ્ધાંતને પણ ગૂંથી લીધો છે. તેમાં જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુભગ સંગમ નિહાળી શકાય છે. મોક્ષમાર્ગે આગળ વધવા માટે શ્રીમદે ભક્તિયોગને આવશ્યક માન્યો છે, તેથી આ ગ્રંથમાં અધ્યાત્મભાવોની સાથે સાથે ભક્તિભાવનું પણ દર્શન થાય છે. શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ભક્તિનું સ્વરૂપ અને તેનું ફળ સુપેરે પ્રગટ કર્યું છે. ભક્તિ આત્મા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે. ભક્તિ એટલે પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો ત્રિવેણી સંગમ. ભક્તિ એટલે તેમના દિવ્ય સ્વરૂપની ઓળખાણ. ભક્તિ એટલે તેમના લોકોત્તર ગુણોનું દર્શન અને તેમના પ્રત્યે હૃદયની પ્રીતિ. ભક્તિ એટલે આવી પ્રીતિના બળથી હૃદય ઝળહળી ઊઠતાં પ્રશસ્ત રાગયુક્ત ભાવોર્મિનું ઊછળવું. ભક્તિ એટલે ભાવવિભોર દશામાં શાંત થઈ જતાં અંતરના ઊંડાણમાં ઊતરી તેમને અનુભવથી મળવું, અર્થાત્ આત્મપ્રભુનો ભેટો થવો. - ભક્તિ એ મુક્તિનો રાજમાર્ગ છે. પ્રત્યક્ષ સગુરુનું શરણ સ્વીકારી, તેમની સેવા-ઉપાસના કરવામાં આવે તો શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સરળ બની જાય છે તેવો અનંત જ્ઞાનીઓનો અનુભવ છે. મહાપુરુષોએ એકઅવાજે સદ્ગુરુની ભક્તિના પ્રાધાન્યનો સ્વીકાર કર્યો છે. શ્રીમદે પણ વારંવાર સદ્ગુરુની ભક્તિના મહિમાને પ્રગટ કર્યો છે. અધ્યાત્મક્ષેત્રે સફળતા મેળવવા ગુરુભક્તિનું આલંબન આવશ્યક છે એવો ભાવ તેમણે પોતાનાં લખાણોમાં અનેક વાર વ્યક્ત કર્યો છે. અધ્યાત્મવિકાસના અનન્ય કારણરૂપ એવા ગુરુનો મહિમા તેમણે ભિન્ન ભિન્ન પ્રકારે ગાયો છે. આ અમૂલ્ય અને અપૂર્વ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પણ તેમણે સદ્ગુરુનું અને શિષ્યનું સ્વરૂપ અને તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org