________________
ગાથા-૧૨૮
૧૭ થયો છે તે તત્ત્વ વિકલ્પરહિત હોવાથી, અર્થાત્ તેનું સ્વરૂપ નિર્વિકલ્પ હોવાથી, નિર્ણય કરનારની નિર્વિકલ્પતાનો કાળ પાકી જાય છે. તે હવે વિકલ્પમાં અટકતો નથી. નિર્વિકલ્પ સ્વરૂપની પ્રતીતિના જોરે તે સર્વ વિકલ્પોને વમી નાખે છે અને તેનો નિર્વિકલ્પ સ્વભાવની શક્તિવાળો પુરુષાર્થ આત્મામાં તદાકાર થઈ જવાય તેવી ઉગ્રતા ધારણ કરે છે, તેથી આત્માનાં છ સ્થાનકની સમજણ કરવી અત્યંત આવશ્યક છે. છ પદની વિસ્તારથી વિચારણા કરવામાં આવે તો આત્માના સ્વરૂપ વિષે કોઈ સંશય રહે નહીં. માટે શ્રીમદ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એ મૂળ વિષયને પ્રતિપાદિત કર્યો છે. આ નાનકડી કૃતિમાં શ્રીમદે આત્માની સિદ્ધિ અર્થે આવશ્યક એવું સર્વ રહસ્ય પૂર્ણપણે સમાવી દીધું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દર્શન પટે સમાય છે, લોક છ દ્રવ્ય જેમ; છે કાયમાં જીવ જગતના, સર્વ ગણાય તેમ. પદર્શન પણ એ રીતે, આ ષટું સ્થાનક માંહી; સમાય છે સમજણ વડે, મહાભાગ્યને સુખદાય. વિશાળ બુદ્ધિ યોગથી, સદ્ગુરુ ભક્તિ સહિત; વિચારતાં વિસ્તારથી, પ્રગટે તત્ત્વ ખચીત. સમ્યક્ દષ્ટિ પ્રકાશથી, વધે આત્મબળ ત્યાંહી; પછી કદી કોઈ જાતિનો, સંશય રહે ન કાંઈ.' ૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૦૯-૫૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org