________________ 438 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જીવો આત્મનિરીક્ષણ વિના ભાવવિહીનપણે ક્રિયાઓ કરે છે અને ક્રિયા કરતી વખતે પણ તેમનું મન ભટકતું હોય છે. તેઓ માને છે કે નક્કી કરેલી બાહ્ય ક્રિયાઓને આચરવાથી આપમેળે આત્મશુદ્ધિ અને મોક્ષ થશે; અને તેવી શ્રદ્ધા રાખી, તે ક્રિયાઓમાં જ પોતાની સર્વ શક્તિને જોડે છે. બાહ્ય ત્યાગ કર્યો એટલે ધર્મ થયો એવું તેઓ દેઢપણે માને છે અને જ્ઞાનમાર્ગને નિષ્ફળ માને છે. તેઓ પ્રયોજન સમજ્યા વિના બાહ્ય ભાવે બાહ્ય ક્રિયાઓને સેવે છે અને તેથી આદરેલી ક્રિયાઓનું સાચું ફળ પામતા નથી. આમ, તેઓ સત્ય ધર્મને ભૂલી જઈ, બાહ્ય ક્રિયાઓમાં ધર્મ માની અટકી જાય છે. તેઓ ગૌણને પકડી રાખી મૂળ વસ્તુ વીસરી જાય છે, એટલે કે ક્રિયાનો આગ્રહ સેવે છે અને આત્મલક્ષને વીસરી જાય છે, તેથી તેમની ક્રિયા પ્રાણવિહીન થઈ જાય છે. અંતભેદ ન થવાના કારણે તેઓ કોરા ને કોરા રહી જાય છે. આવા જીવોનું વર્ણન આ ગ્રંથની ચોથી ગાથામાં પ્રાપ્ત થાય છે - બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.” (4) બીજી બાજુ, ધર્મક્ષેત્રે દેખાતા શુષ્કજ્ઞાનીઓ પણ શ્રીમને માન્ય નથી. શુષ્કજ્ઞાનીઓ શાસ્ત્રવચનોના મનફાવતા કલ્પિત અર્થ કરી ક્રિયાઓને ઉત્થાપે છે અને શાસ્ત્રાર્થથી વિરુદ્ધ વર્તન કરી અનેક દોષોનું ભાજન થાય છે. તેમને શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે છે. ‘મેં શાસ્ત્ર વાંચ્યાં છે, તેથી હું અધ્યાત્મ સમજી ગયો, મને જ્ઞાન થઈ ગયું' એમ તેઓ માને છે. તેઓ અધ્યાત્મગ્રંથોનાં વાક્યો મુખપાઠ કરી, પોતાની વાણીથી શ્રોતાઓને મુગ્ધ કરે છે. તેઓ સ્વયં બોધ ગ્રહણ કરવાને બદલે અન્યને ઉપદેશ આપે છે. શ્રીમદે તો આવા શુષ્કજ્ઞાનીઓના સંગથી પણ બચતા રહેવાની ચેતવણી આપી છે. તેઓ “આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે' એવું જોરશોરથી બોલ્યા કરે છે, પરંતુ તેમની વિષય-કષાયની પરિણતિ ક્ષીણ થઈ હોતી નથી. તેઓ સત્ક્રિયાઓની, સનિમિત્તોની ઉપેક્ષા કરી અશુભ ભાવમાં રાચે છે. આવા શુષ્કજ્ઞાની જીવોનું વર્ણન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓમાં સાંપડે છે - બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” (5) અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય.' (29) આમ, શ્રીમદ્દના સમયમાં લોકો કાં એકાંત ક્રિયામાર્ગ તરફ ઢળી રહ્યા હતા અને કાં એકાંત જ્ઞાનમાર્ગ તરફ ઢળી રહ્યા હતા. વર્તમાન યુગમાં જ્ઞાન-ક્રિયાનો સમન્વય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org