________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૩૯૭ જુદા જુદા છે. ) કાં જીવને કર્મનું કર્તાપણું છે જ નહીં અને ii) કાં જો હોય તો તે કોઈ રીતે મટવા યોગ્ય નથી; માટે બન્ને દૃષ્ટિએ મોક્ષોપાયના પ્રયત્ન નિષ્ફળ છે એમ શિષ્ય કહે છે.
સ્વાભાવિક છે કે ગૂઢ આત્મતત્વના અભુતાભુત મર્મોની ગૂંથણી કરવામાં લાગેલું ચિત્ત શબ્દોની આવી ગોઠવણી કરવા પ્રત્યે પ્રેરાય જ નહીં, પરંતુ શ્રીમદ્ભા અંતરમાં પડેલ સમર્થ કવિત્વસંસ્કારો યોગ્ય પળે પ્રગટીને પોતાનો પ્રભાવ છોડી ગયા છે એમ સમજાય છે. શ્રીમદ્ગી કલ્પનાશક્તિની મૌલિકતા, તીવ્રતા તથા અભિનવતાનાં અત્રે દર્શન થાય છે. ૨) વિરોધમૂલક અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં વિરોધભાવ રહેલો હોય, તેવા અલંકારોના બે પ્રકાર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયુક્ત થયા છે - (i) વિરોધાભાસ અને (ii) વિશેષોક્તિ. (i) વિરોધાભાસ – ઉપલક દૃષ્ટિએ કોઈ કથનમાં વિરોધ કે અર્થહીનતા લાગે, પણ ઊંડા ઊતરીને જોતાં એ વિરોધ ખોટો લાગે અને વાક્યનું રહસ્ય સમજાય; આને વિરોધાભાસ અલંકાર કહેવાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' નાં ઉદાહરણો જુઓ –
જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.” (૧૯) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” (૧૧૩) ગાથા ૧૯ વાંચતાં ‘છદ્મસ્થ ગુરુનો વિનય પૂર્ણતા પામેલ ભગવાન કેમ કરે?' એવો પ્રશ્ન ઊઠે, પરંતુ વિચાર કરતાં તે કથનનું રહસ્ય સમજાય છે કે વિનય ગુણની મહત્તા દર્શાવવા માટે શ્રીમદે અતિવિશાળ દૃષ્ટિકોણથી આ ગાથા રચી છે. એ જ રીતે ગાથા ૧૧૩માં દેહ છતાં નિર્વાણ' શબ્દરચના જોતાં પ્રશ્ન ઊઠે કે દેહ સહિત મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, પરંતુ ઊંડા ઊતરતાં ખ્યાલ આવે કે આ દેહમુક્ત દશાનો નહીં, પણ જીવન્મુક્ત દશાનો ઉલ્લેખ છે.
આમ, વિરોધાભાસ અલંકારના ઉચિત પ્રયોગ દ્વારા શ્રીમદ્ વાચકની સુવિચારણાની જ્યોત પ્રદીપ્ત કરે છે અને એ રીતે અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોનો અંતરમાં ઊંડે સુધી સરળતાથી સ્વીકાર થઈ જાય છે. (ii) વિશેષોક્તિ – સામાન્યતઃ કારણ હોય ત્યાં કાર્ય બને જ છે, પરંતુ વિશેષોક્તિ અલંકારમાં કારણનો સદ્ભાવ હોવા છતાં કાર્ય બનતું નથી એમ દર્શાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org