________________
૩૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન મનમાં તરત વસી જઈ સરળતાથી અર્થબોધ કરાવે છે.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને ખ્યાન.” (૫૦) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય.' (૮૩) કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” (૧૧૪) આ સર્વ દષ્ટાંતમાં રોજિંદા જીવનના અનુભવ વ્યક્ત થતા હોવાથી વાચક તેને સરળતાથી સમજી શકે છે. આમાંનું એક દૃષ્ટાંત લઈ બિંબ-પ્રતિબિંબભાવ સમજીએ. જુઓ ગાથા ૧૧૪ –
ઉપમાનવાક્ય - કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય.
ઉપમેયવાક્ય – અનાદિનો વિભાવ જ્ઞાન થતાં દૂર થાય.
આ ધારાવાહી અર્થબોધાત્મક કાવ્યમાં બંધબેસતાં દૃષ્ટાંતોને શોધવાં કે ગોઠવવાં માટે શ્રીમદ્ કોઈ આયાસ કરવો પડ્યો નથી એ જોઈ શકાય છે. દૃષ્ટાંતની સંકલના વિના પ્રયાસે સ્વાભાવિક ઉગારને અનુસરે છે. આમ, શ્રીમનું વિશિષ્ટ કવિચાતુર્ય તથા ભાષાપ્રભુત્વ અહીં સુપેરે સમજાય છે. (iv) શ્લેષ અલંકાર - જ્યારે કાવ્યના કે વાક્યના કોઈ શબ્દમાંથી અથવા અમુક શબ્દોના એકસાથે કરવામાં આવતા ઉચ્ચારણથી એક કરતાં વધારે અર્થ નીકળતા હોય કે તેમ થવાનો ભાસ થાય તો તે શ્લેષાલંકાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્લેષાલંકારનાં દૃષ્ટાંત જોઈએ –
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.' (૨૦) માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.” (૭૩) અહીં ગાથા ૨૦માં “સુભાગ્ય'ના બે અર્થ થાય છે - ૧) સુલભબોધી આરાધક આત્માર્થી જીવ તથા ૨) સાયલાનિવાસી શ્રી સૌભાગ્યભાઈ. એક જ શબ્દના બે અર્થ હોવાના કારણે પંક્તિમાંથી બે અર્થ નીકળે છે. ગાથા ૭૩માં પ્રયોજાયેલ શ્લેષાલંકાર જુદી રીતે લાગુ પડે છે. “કાં નહિ' શબ્દસમૂહ બે વાર વપરાયો છે અને બન્નેના અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org