________________
ગાથા-૧૨૮
પ્રત્યક્ષ જ દેખાય છે.
જેમ છૂટાં રત્નો ‘માળા' કહેવાતાં નથી, તે “માળા' ની પર્યાય પામેલાં હોતાં નથી. જો તે દોરાથી ગૂંથાયેલાં, પરોવાયેલાં હોય તો માળા પર્યાયથી ઓળખાય છે. તેમ જૈન દર્શન સિવાયનાં દરેક દર્શન એકાંત મતવાળાં હોવાથી સાચાં નથી. સ્યાદ્વાદરૂપી સૂત્ર - દોરાથી ગૂંથાય છે ત્યારે એ જ દર્શનો સમ્યક બને છે. સ્યાદ્વાદથી તે દર્શનોમાં રહેલો એકાંત અભિનિવેશ ટળે છે. જેમ ફૂલો તો હાજર જ છે, પણ માળીએ તેને દોરામાં પરોવવામાત્રનો જ વ્યાપાર કરવાનો હોય છે, તેમ જીવે અન્ય અન્ય સિદ્ધ દર્શનોને વિષે માત્ર સ્યાદ્વાદનું યોજન કરવાનો જ વ્યાપાર કરવાનો હોય છે અને એટલામાત્રથી એ આખા જગત(સર્વ દર્શનો)ને જીતી લે છે. સ્યાદ્વાદરૂપ દોરાથી ગૂંથાયેલા સઘળા નય પ્રમાણ બને છે.
જૈન દર્શન ચાર્વાદ દ્વારા અન્ય દર્શનો પોતપોતાના નયની અપેક્ષાએ સાચાં છે એમ સમન્વય કરે છે. જૈન દર્શન યાદ્વાદના કારણે સર્વ દર્શનોમાં વ્યાપે છે. જૈન દર્શન સર્વ દર્શનોમાં વ્યાપક છે, પરંતુ અન્ય દર્શનો સ્યાદ્વાદને સ્વીકારતાં નહીં હોવાથી અને વસ્તુના અમુક અંશને જ એકાંતે ગ્રહણ કરતાં હોવાથી વસ્તુના સર્વ અંશને અહણ કરનાર જૈન દર્શનમાં વ્યાપી શકતાં નથી. આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી પોતાની ‘સ્યાદ્વાદ મંજરી' નામની ટીકામાં ફરમાવે છે કે જેમ સમુદ્ર અનેકનદીસ્વરૂપ હોવા છતાં પણ જુદી જુદી નદીઓમાં તેની ઉપલબ્ધિ થતી નથી, તેમ ભગવતું શાસન સર્વદર્શનસ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન દર્શનોમાં તે જોઈ શકાતું નથી. તેવી રીતે વક્તા અને વચનનો અભેદ માનીને આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ કહ્યું છે કે ‘હે નાથ, જેમ સર્વ નદીઓ એકઠી થઈને સમુદ્રમાં મળે છે, તેમ સર્વ દષ્ટિઓનો - સર્વ દર્શનોનો સમાવેશ આપવામાં થાય છે; પરંતુ જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી, તેમ જુદાં જુદાં દર્શનોમાં આપ જોઈ શકાતા નથી.' ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૨૦૨
'बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुफिता
जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुवीक्ष्यते ।।' ૨- જુઓ : આંચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાવાદ મંજરી' , શ્લોક ૩૦ની ટીકા.
'समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात् । तथा च वक्तृवचनयोरेक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा
'उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । ન ૨ તાસું મવાનું પ્રદૃશ્યતે પ્રવિમવતી સરિસ્લેિવોઘ: I''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org