SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન ૩૮૩ શ્રીમનું કહેવાનું તાત્પર્ય એ છે કે કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓમાં જો આત્મશ્રેયનું ધ્યેય ભળે તો જ તે કલા સાર્થક બને. કલાનું અંતિમ ધ્યેય જો પરમ સમીપે પહોંચવાના હેતુરૂપ હોય તો જ કલા સાધના બની શકે અને તે સ્વ-પર બન્નેને કલ્યાણકારી બની શકે. કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે કલાઓ ભક્તિપ્રયોજનરૂપ ન હોય તો તે માત્ર કલ્પિત અને નિરર્થક બની જાય છે. જે કલા દ્વારા આત્મગુણોનો વિકાસ થાય તે કલા જ સાર્થક છે. જે સર્જનમાં નિજસ્વરૂપને પામવાની ઝંખના નથી, તે કૃતિ ઇન્દ્રિયોનું મનોરંજન કરનારી નીવડે છે. તેનું પરિણામ ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું તથા રાગ, દ્વેષ અને સંસાર વધારનારું હોય છે. જે કૃતિઓ માત્ર ક્ષણિક સુખ આપે છે, તેનું આયુષ્ય પરપોટા જેટલું હોવાથી કાળના પ્રવાહમાં તે વિસ્મૃત બની જાય છે. પરંતુ શ્રીમદ્ જેવા સર્જકની કૃતિઓ ચિરસ્મરણીય બની જાય છે, કારણ કે તેમાં આત્મતત્ત્વના ઊંડાણમાં ડૂબકી લગાવ્યા પછીની નિજભાવદશા અને ઉત્કટ સંવેદના વ્યક્ત થાય છે. સાધનાની પગદંડી ઉપર ચાલતાં ચાલતાં શ્રીમદ્ દ્વારા રચાયેલી પરમ તત્ત્વની અનુભૂતિ વ્યક્ત કરતી કૃતિઓ ચિરંતન બની ગઈ, અમર બની ગઈ! આમ, પોતાની એક એકથી ચઢિયાતી, ઉત્તમ કાવ્યમય સુકૃતિઓથી જયવંત એવા શ્રીમદ્ કવીશ્વર પોતાની યશકાયથી સદા જીવંત છે. શ્રીમદ્ગી દરેકે દરેક ચિરંજીવ કૃતિ અત્યંત અમૃતમાધુરીથી ભરેલી છે. જો કે તે સર્વ કૃતિઓની વિગતો પ્રત્યે ઊડતો દષ્ટિપાત કરવા જેટલો પણ અત્ર અવકાશ નથી, તેથી માત્ર વિશેષ પ્રસિદ્ધિ પામેલી કૃતિઓનો નામનિર્દેશ કરી સંતોષ માનીશું. તેમાંની કેટલીક કૃતિઓ છે - “બહુ પુણ્યકેરા પુંજથી', “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી', ‘બિના નયન પાવે નહીં', “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું', યમનિયમ સંજમ આપ કિયો', “મૂળ મારગ સાંભળો જિનનો રે’, ‘પંથ પરમપદ બોધ્યો', “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?', “મારગ સાચા મિલ ગયા', “ઇચ્છે છે જે જોગી જન'. શ્રીમના આ સાહિત્યના શિખર ઉપર સુવર્ણકળશ સમ શોભતી કૃતિ છે - “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', જે અનેક કાવ્યગુણોથી સભર તથા શ્રીમન્ના ઉન્નત અનુભવના પ્રતિબિંબરૂપ છે. અંતરના અનુભવપૂર્વક સહેજે સ્કુલ ગહન અને પરમ સત્યને શ્રીમદે સરળ વાણીમાં, આ કાવ્યમાં ગૂંચ્યું છે. તેની અખંડિત કાવ્યધારા, ગહન વિષયને કાવ્યત્વને તાંતણે વણી નાખવાની વિરલ શક્તિ, પદે પદે જ્ઞાનના આનંદની ઊર્મિના અનુભવાતાં સ્પંદનો, તેની હૃદયસ્પર્શિતા, તેનું પ્રબળ વેધક જોમ - આ બધાં તત્ત્વો શ્રીમન્ના સાહિત્યનું ઉચ્ચપણું સિદ્ધ કરે છે. સાહિત્યિક દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન કરવા, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું કાવ્યસ્વરૂપ, કાવ્યચમત્કૃતિ, કાવ્યશૈલી તથા તેની લોકભોગ્યતા સંબંધી સંક્ષેપમાં વિચારણા કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy