________________
ગાથા-૧૨૮
આ જગતમાં ભિન્ન ભિન્ન દર્શનો પ્રવર્તે છે. કોઈ પણ દર્શન આ છ પદ વિશેષાર્થ
| સિવાય અન્ય પદ ઉપર અભિપ્રાય બાંધી શક્યું નથી, કારણ કે આ છે પદમાં જ સર્વ તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે; તેથી સર્વ દર્શન પણ છે પદમાં જ સમાઈ જાય છે. જૈન દર્શન આ છ પદનું યથાર્થ નિરૂપણ કરે છે. વસ્તુના યથાર્થ સ્વરૂપના અજાણપણાના કારણે અન્ય દર્શનકારો વસ્તુના એકાદ ધર્મને ગ્રહણ કરી, એકાંત પક્ષ પકડી બેઠા છે. તેમની માન્યતા એકાંતિક છે, જ્યારે જૈન દર્શન અનેકાંતવાદી હોવાથી વસ્તુના સર્વ અંશને - ધર્મને અહણ કરે છે અને તેથી તે અન્ય સર્વ દર્શનોને પોતામાં સમાવી લે છે. જગતનાં બધાં દર્શનો પવિત્ર જૈન દર્શનમાં સમાઈ જાય છે. જૈન દર્શન દ્વારા પ્રરૂપિત છ પદનો વિસ્તારથી વિચાર કરતાં અન્ય દર્શનોએ સ્વીકારેલી માન્યતા કઈ અપેક્ષાએ સાચી છે તથા તે એકાંતિક માન્યતામાં ક્યાં અપૂર્ણતા છે તે સમજાય છે, તેમજ આત્મસ્વરૂપનો નિઃશંક નિર્ધાર થાય છે.
વસ્તુને અમુક અપેક્ષાએ - કોઈ એક દષ્ટિબિંદુથી જોવી તેનું નામ નય છે. નયનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. જુદા જુદા દર્શનકારોએ જે દર્શનો પ્રયુક્ત કર્યા છે, તે જુદા જુદા નયની અપેક્ષાએ જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી પ્રયુક્ત કર્યા છે. તે તે નાની અપેક્ષાએ તે બરાબર હોય છે અને એટલે જ સમ્યગ્દષ્ટિ પુરુષો ‘ચાતું' પદનો ઉપયોગ કરી, તે અપેક્ષા લક્ષમાં રાખી મધ્યસ્થ રહે છે; પણ મિથ્યાદષ્ટિ પુરુષો કોઈ એક નયનો જ એકાંત આગ્રહ રાખે છે અને તેથી તે નય મટી નયાભાસ બની જાય છે. મિથ્યાદષ્ટિ પુરુષો અને સમ્યગ્દષ્ટિ પુરુષોની સમજ વિષે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે –
ગ્રહી એકેક અંશ જિમ અંધલ કહઈ કુંજર એ પૂરોજી, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઈ જાણે અંશ અધૂરોજી | લોયન જેહનાં બિહું વિકસ્વર તે પૂરો ગજ દેખઈજી, સમકિતદષ્ટિ તિમ સકલ નય સમ્મત વસ્તુ વિશેષઈજી II અંશ ગ્રહી નયકુંજર ઊડ્યા, વસ્તુ તવ તરુ ભાંજઈજી, સ્યાદ્વાદ અંકુશથી તેહનઈ આણઈ ધીર મુલાઈજી | તેહ નિરંકુશ હોઈ મતવાલા ચાલા કરઈ અનેકોજી,
અંકુશથી દરબારિ છાજઈ ગાજઈ ધરીઅ વિવેકોજી | એક હાથી પાસે છે અંધ પુરુષોને લાવી મૂક્યા હોય અને બધાના હાથ હાથીના એક એક અંગ સ્પશી શકે એમ ગોઠવી દીધા હોય; અને પછી પૂછવામાં આવે કે હાથી કેવો છે?' તો એક એક અંગને સ્પર્શનાર તે અંધ જનોમાંથી દરેક ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યકત્વ જસ્થાન ચઉપઇ”, ગાથા ૧૧૭,૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org