________________
૩૬૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્યારે પણ દેહરૂપ બન્યો નથી. માત્ર ભાંતિવશ તેણે પોતાના જ્ઞાનમાં પડેલ દેહના પ્રતિબિંબમાં હુંપણું કરી લીધું છે અને એ જ એની ભૂલ છે.
દેહનો સંયોગ હોવા છતાં આત્મસ્વરૂપ તો દેહાતીત જ છે. મૃત્યુ પછી નહીં, સિદ્ધશિલા ઉપર જ નહીં, દેહની વિદ્યમાનતામાં પણ આત્મસ્વરૂપ તો દેહાતીત જ છે. એ દેહાતીત સ્વરૂપની અનુભૂતિ માટે દેહ હોય ત્યારે જ તે દેહથી છૂટા પડી જવાનું છે. દેહથી છૂટવાનો રસ્તો, “હું દેહ નથી' એ વાતનું નિરંતર સ્મરણ છે. ઊઠતા-બેસતાં એ જ સ્મરણ રહેવું જોઈએ કે હું દેહ નથી.' આ વાત નિષેધાત્મક છે. પરંતુ કોઈ પણ પ્રતીતિને તોડવી હોય તો એનો નિષેધ કરવો જરૂરી છે. જેમ કંઈ ખોટું લખાઈ ગયું હોય તો પહેલાં એને ભૂંસવું પડે, પછી તે જગ્યા ઉપર નવું લખી શકાય; તેમ સ્વયંની યથાર્થ પ્રતીતિ લાવવા માટે પ્રથમ વિપરીત પ્રતીતિને નિર્મૂળ કરવી પડે છે. પરંતુ દેહ નથી, દેહ સાથે મારે કિંચિત્માત્ર સંબંધ નથી' એટલું સ્મરણ પૂરતું નથી. વિધેયાત્મક સ્મરણ કે હું આત્મા છું' એ પણ હોવું અત્યંત જરૂરી છે. હું આત્મા છું' એ સ્મરણ પણ આવશ્યક છે, માટે તે ચૂકવા યોગ્ય નથી. સાધના માટે આ બને સ્મરણ આવશ્યક છે. નિષેધરૂપે સ્મરણ કરવું કે હું દેહ નથી અને વિધેયાત્મક સ્મરણ કરવું કે 'આત્મા છું.
નાસ્તિથી શરૂઆત કરી, તેનું અસ્તિમાં રૂપાંતરણ કરવું જોઈએ. નાસ્તિના બોધ વિના અંતરયાત્રા શરૂ થતી નથી અને અસ્તિનું બળ આવ્યા વિના કદાપિ પ્રાપ્તિ થતી નથી. તેથી નાસ્તિથી પ્રારંભ કરવો કે “આ જે જણાય છે, દેખાય છે તે હું નથી અને પછી વિધેયાત્મક પ્રતીતિ દઢ કરવી કે હું તો માત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપી શાશ્વત પદાર્થ છું.' આ બન્ને બોધ પ્રગાઢ થતાં ચેતના જાગી ઊઠે છે. આમ, પ્રથમ જે મિથ્યા જ્ઞાન હોય તેનો નિષેધ કરી, પછી સમ્યક્ જ્ઞાનની સિદ્ધિ કરવી. પહેલાં જે દશ્ય છે તેની બાદબાકી કરવી, તો અદશ્યની અનુભૂતિ ત્વરાથી થશે.
જીવે અત્યાર સુધી દેહને તો જામ્યો છે, પરંતુ દેહદેવળમાં બિરાજમાન જ્ઞાનસ્વભાવી નિજાત્માને નથી જાણ્યો. હવે નિજભગવાન આત્માને જાણવા પુરુષાર્થી થઈ તેને જ ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હજી સુધી જીવની દૃષ્ટિ દેહ ઉપર જ કેન્દ્રિત રહી છે, આત્મા સુધી પહોંચી જ નથી. તેની દૃષ્ટિ દેહને ભેદીને, તેની અંદર બિરાજમાન ભગવાન આત્મા સુધી પહોંચી નથી. હવે દેહ ઉપરથી દૃષ્ટિ હટાવવી જોઈએ. દેહ ઉપરથી દૃષ્ટિ હટાવીને આત્મા તરફ લઈ જવી જોઈએ. દષ્ટિને દેહની અંદર બિરાજમાન, દેહથી ભિન્ન નિજભગવાન આત્મા ઉપર લઈ જવાની છે. આના માટે દષ્ટિનું ભેદક સામર્થ્ય પ્રગટાવવું પડશે. જીવની દૃષ્ટિમાં એવું ભેદક સામર્થ્ય છે કે તે ધારે તો દેહની તરફ દેખવા છતાં દેહ ન દેખાય, પરંતુ એની અંદર બિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org