________________
ગાથા-૧૪૦
૩૩૩ હૈયાને ઝંકૃત કરી દે છે. તેમનું જ્ઞાન પોતાને તેમજ બીજા જીવોને ઊર્ધ્વગમનનું કારણ બને છે. તે અનંતની નિકટ, મોક્ષની નિકટ લઈ જાય છે. વાચાજ્ઞાનીનું જ્ઞાન બૌદ્ધિક
સ્તરનું હોવાથી, જીવના અંતરતમને જગાડી શકતું નથી. વાચાજ્ઞાનીનું જ્ઞાન અહંકાર, મિથ્યાત્વાદિ સહિત હોવાથી જીવનું સમાધાન કરવાને બદલે જીવને મૂંઝવે છે. પોતે પણ પોતાની વાતથી મૂંઝાય છે; અને તેથી તે પોતાનું પણ બગાડે છે અને સામા જીવનું પણ બગાડે છે. મોક્ષની નિકટ થવાને બદલે સંસાર વધારે છે.
વાચાજ્ઞાની બનવા માટે કેવળ સંગ્રહ કરવાનો હોય છે. સંગ્રહ કરવો સહેલો છે. સંગ્રહ મનને સુખદાયક છે. જેમ સંગ્રહ વધે છે, તેમ તેને થાય છે કે હું પણ કંઈક છું.' વળી તેમાં લોકોની પ્રશંસા ઉમેરાય છે, તેથી તે પોતાને બીજા કરતાં ઊંચો માને છે. જેમ પૈસો ભેગો કરનારને લાગે છે કે હું કંઈક છું', તેમ જ્ઞાનનો સંગ્રહ કરનારનો અહં પણ વિશેષ ને વિશેષ મજબૂત થતો જાય છે; એટલે સંગ્રહ કરવો હંમેશાં સહેલો અને સુખકર લાગે છે.
વાચાજ્ઞાની જીવ ઉધાર જ્ઞાનનો સંગ્રહ કરતો હોય છે. તે જ્ઞાની ભગવંતોનાં વચનોને મુખપાઠ કરી જ્ઞાનની મોટી મોટી વાતો કરતો હોય છે. તે એવું સૂક્ષ્મ વિશ્લેષણ-વિવેચન કરે છે કે લોકો તેનાથી મુગ્ધ થઈ જાય છે. પરંતુ તેમાં પોતાનો - જાત અનુભવનો તો એક શબ્દ પણ હોતો નથી. તે બધું શીખેલું જ બોલે છે. તેની અંદર રહેલાં પુસ્તકો જ બોલે છે. તે જે બોલે છે તેને જીવનમાં પરિણમાવવાનો તે જરા પણ ઉદ્યમ કરતો નથી. નિશ્ચયવાક્યોનું રટણ કરવા છતાં તેની સંસારની આસક્તિ જરા પણ મોળી પડી હોતી નથી.
આમ, જેને સંસાર એઠવતું અને સ્વપ્ન સમાન ભાસ્યો ન હોય તે વાચાજ્ઞાની છે. તે જાણવાવાળો તો જરૂર છે, માટે તેને “જ્ઞાની' કહેવાય છે; પરંતુ તેનું જાણવું મિથ્યા છે, કારણ કે તેણે માત્ર જાણકારી જ એકઠી કરી છે, સંસારથી તે જરા પણ ઉદાસીન થયો નથી. સંસાર પ્રત્યે વિરક્તિ ન જાગી હોવાથી તેનું સર્વ જ્ઞાન વ્યર્થ છે. તેનું બધું જ્ઞાન પરમાર્થે અફળ જ રહે છે.
અંતરમાં પૌગલિક પદાર્થો પ્રત્યે અનાસક્તિ ન વર્તતી હોય ત્યાં સુધી તે જ્ઞાન માત્ર વાકપટુતા છે - એમ કહી સાચા જ્ઞાની તથા વાચાજ્ઞાનીનો ભેદ શ્રીમદે સ્પષ્ટ બતાવ્યો છે. કેવળ નિશ્ચયનયની એકાંતિક વાત સાંભળીને જે અવળી અસર થવાનો સંભવ છે, તે અસરના નિવારણ અર્થે શ્રીમદે આવી ગંભીર ગાથા ઉપસંહારમાં મૂકી ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૮૧
'जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु । सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org