________________
૩૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્થાયી એવા નિજ શુદ્ધાત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરે અને પદાર્થોના સંયોગ-વિયોગમાં હર્ષ-શોક કરતો અટકે એ પ્રયોજન હોવાથી જ્ઞાનીઓ જગતને સ્વપ્નવત્ કહે છે. આત્મકલ્યાણાર્થે દષ્ટિને પદાર્થો ઉપરથી હટાવી સ્વભાવસમ્મુખ કરવી અત્યંત આવશ્યક છે. વૃત્તિને નિત્ય આત્મસ્વભાવમાં જોડવી એ જ સાચી દિશાનો પુરુષાર્થ છે. સંયોગસન્મુખ દષ્ટિ એ જ સંસાર છે. સંયોગ-આશ્રયી ન થતાં સ્વભાવસમ્મુખ થવું એ જ ધર્મારાધના છે, મોક્ષમાર્ગ છે, તેથી જ્ઞાનીઓ જીવને સંયોગોની અનિત્યતાનું ભાન કરાવી તેને સ્વભાવસમ્મુખ થવા પ્રેરણા કરે છે. સંયોગોની ક્ષણભંગુરતાનું ભાન થયા વિના જીવની દૃષ્ટિ સંયોગો ઉપરથી ખસતી નહીં હોવાથી તેઓ વસ્તુના અનિત્ય પક્ષને મુખ્ય કરે છે. તેઓ સંયોગોની અસ્થિરતાના તથ્યને અનેક યુક્તિઓ-દષ્ટાંતોથી સ્પષ્ટ કરી, જીવનો સંયોગો પ્રત્યેનો મહિમા તોડાવે છે.
જગતના પદાર્થોમાં રહેલા રાગનો ક્ષય કરવા માટે પૌગલિક પદાર્થોની ક્ષણિકતા સમજવી અત્યંત જરૂરી છે. સંસારના સઘળા સંયોગો ક્ષણિક છે. લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે. અધિકાર પતંગના રંગ જેવો અસ્થાયી છે. આયુષ્ય પાણીના મોજા જેવું ક્ષણભંગુર છે. કામભોગ ઇન્દ્રધનુષ જેવા ક્ષણિક છે. આ સર્વનો સંયોગ ક્ષણભર છે. એ કોઈ અવિનાશી સ્વાધીન સુખ આપતું નથી. સંસારનાં બધાં સુખ ક્ષણિક છે. સંસારનું કોઈ પણ સુખ શાશ્વત હોતું નથી. સંસારમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરનારને કદી સ્થાયી સુખ મળતું નથી. સુખ મેળવવા માટે કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તોપણ જેવું એ મળે કે તરત તેને એ સામાન્ય લાગવા માંડે છે. હવે મનને કંઈક નવું, કંઈક વિશેષ, કંઈક જુદું જોઈએ છે. તે નવા સુખની માંગણી કરે છે. જો નવું સુખ ન મળે તો તે દુઃખી થાય છે. તેને એ પરિસ્થિતિ કષ્ટદાયક લાગે છે.
જીવ જે જે વિષયમાં સુખ માને છે, તે તે વિષયમાં આગળ ને આગળ જતાં છેવટે તેને તે વિષય કંટાળો આપવા લાગે છે. તેને તે વિષયના ભોગવટામાં અણગમો આવી જાય છે. ખાવા-પીવા વગેરે પંચેન્દ્રિયના કોઈ પણ વિષયમાં છેવટે તો કંટાળો જ આવે છે અને તેથી તેને છોડીને ઉપયોગ બીજા વિષય તરફ જાય છે. સંસારમાં જ્યાં
જ્યાં જીવ સુખની કલ્પના કરે છે, ત્યાં ત્યાં વિશેષ પરિચય થતાં તેને સુખના સ્થાને દુઃખ જ પ્રાપ્ત થાય છે. વિષયો તરફના વલણથી તેને વ્યાકુળતા અને દુઃખ મળે છે. સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી પ્રાપ્ત કરવા ધારેલ સુખની આ જ નિયતિ છે; જ્યારે આત્મામાં ગમે તેટલું આગળ ને આગળ જવામાં આવે, ક્યારે પણ આત્મસુખ ભોગવવામાં કંટાળો નથી આવતો. સિદ્ધ ભગવંતોને આત્મસુખ ભોગવતાં ભોગવતાં અનંત કાળ થઈ ગયો, પરંતુ તેમને ક્યારે પણ કંટાળો આવતો નથી. આત્માનું સુખ જ એવું છે કે અનંત કાળ પર્યત ભોગવવામાં આવે તો પણ એક સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org