________________
૩૧૯
ઉકરડામાં જ જાય. ત્યાં કોઈ કાગડા-કૂતરા ભલે એ ખાય પણ સારો માણસ તો તે ન જ ખાય. કોઈ માણસ ગમે તેવો ભૂખ્યો હોય તોપણ તેને એઠ પ્રત્યે રુચિ કે આદરભાવ થતો નથી. પૂરી માનવ જાતને એઠ પ્રત્યે સૂગ હોય છે, ધૃણા હોય છે. મનુષ્યની આ મનોદશાનો શ્રીમદ્દ્ન બરાબર ખ્યાલ હોવાથી તેમણે સંસારને એઠવત્ કહી સંસાર– પદાર્થોની આસક્તિ ઉપર કુઠારાઘાત કર્યો છે.
ગાથા-૧૪૦
જગતના પદાર્થો ગમે તેટલા કિંમતી હોય તોપણ તે બધા જ એઠ છે. જો આ સિદ્ધાંતની યથાર્થ સમજણ આવે તો પદાર્થોમાં રહેલો મોહ અને તે મેળવ્યાનું અભિમાન બન્ને એક ક્ષણમાં ઊતરી જાય છે. જ્ઞાનીપુરુષો સ્વાનુભવ દ્વારા આ તથ્યને સમજતા
હોવાથી સાંસારિક પદાર્થોમાં પોતાનાં ઉપયોગને જોડતા નથી. જેમ ભોગવીને છોડી દીધેલ ભોજનાદિની એઠ ભોગવવાની સ્પૃહા થતી નથી, તેમ અવિદ્યા, અજ્ઞાન, મોહને વશ થઈને જીવે અનાદિ કાળથી વારંવાર ભોગવી ભોગવીને છોડી દીધેલ પુદ્ગલોની જ્ઞાનીને સ્પૃહા થતી નથી. ભોગ પ્રત્યેના અનાસક્તભાવથી, ત્યાગપરિણામથી, તેને એઠ સમાન ગણીને તેઓ તે ભોગને ત્યાગી દે છે.૨
જ્ઞાનીને સંસારના પદાર્થો તુચ્છ ભાસતા હોવાથી તેઓ તેનો ત્યાગ કરે છે. વિષયભોગો અત્યંત મૂલ્યહીન લાગતા હોવાથી તેને છોડી દે છે. તેમને તેમાં પકડવા યોગ્ય કંઈ જ નથી લાગતું. તેમને જે પકડવા યોગ્ય લાગે છે તેને તેઓ પકડે છે અને પરિણામે જે છૂટવા યોગ્ય છે તે તો સહેજે છૂટી જાય છે. બહિર્દષ્ટિ જીવોને એમ લાગે છે કે તેમણે મહેલ છોડ્યો, જાતજાતનાં હીરા-ઝવેરાત છોડ્યાં, વિપુલ સંપત્તિ છોડી; પણ જ્ઞાનીને મન તો તે કાંકરા-પથ્થર જ છે. તેઓ હીરા-ઝવેરાત આદિ એટલા માટે નથી છોડતા કે તે સમૃદ્ધિ છે, પરંતુ એટલા માટે છોડે છે કે તે સમૃદ્ધિ નથી. અજ્ઞાનીને જે પદાર્થ હીરા-ઝવેરાતરૂપ દેખાય છે, વાસ્તવમાં તો તે કાંકરા અને પથ્થર જ છે. જ્ઞાનીએ તો કાંકરા અને પથ્થર જ છોડ્યા છે.
નાનું બાળક કાંકરા-પથ્થર એકઠા કરે છે. બાળકને બધા રંગીન પથ્થર હીરા૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘ઇષ્ટોપદેશ', શ્લોક ૩૦ 'भुक्तोज्झिता मुहुर्मोहान्मया सर्वेऽपि पुद्गलाः
ગુર્જરાનુવાદ :
उच्छिष्टेष्विव तेष्वद्य, मम विज्ञस्य का स्पृहा ।। ' ‘મોહથી ભોગવી છોડ્યા, પુદ્ગલો સૌ ફરી ફરી; હવે એ એઠમાં મારે, જ્ઞાનીને શી સ્પૃહા વળી?' ૨- જુઓ : આચાર્યશ્રી ગુણભદ્રજીવિરચિત, ‘આત્માનુશાસન', શ્લોક ૧૦૯ 'अभुक्त्वापि परित्यागात् स्वोच्छिष्टं विश्वमासितम् । येन चित्रं नमस्तस्मै ૌમાર-વ્રહ્મવારિને ।।’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org