________________
૩૧૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કામણ વર્ગણાનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. આમ, અન્ય જીવો વડે રહણ કરાયેલાં અને છોડાયેલાં કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ ફરી ફરી રહણ થયાં કરે છે.
અન્ય વર્ગણાઓ સાથેનો જીવનો વ્યવહાર પણ આવા જ પ્રકારનો હોય છે. મનુષ્યનું સ્થૂળ શરીર તથા તેના ઉપયોગમાં આવતા સર્વ જડ પદાર્થો ઔદારિક વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓના બનેલા છે. એ પુદ્ગલપરમાણુઓ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે શુદ્ધ નથી હોતાં, કારણ કે અન્ય જીવોએ જે ગ્રહણ કરીને છોડી દીધાં હતાં તે જ ફરી રહણ કરવામાં આવતાં હોય છે.
જગતના સર્વ પદાર્થોમાં રહેલાં સર્વ પુદ્ગલપરમાણુઓ સર્વ જીવો દ્વારા અનંત વખત ગ્રહણ કરાયાં છે અને અનંત વખત છોડાયાં છે. જગતનું એક પણ પરમાણુ એવું નથી કે જે કોઈ જીવ દ્વારા ક્યારે પણ ગ્રહણ ન કરાયું હોય, અર્થાત્ કોઈ પણ જીવ દ્વારા એ સ્પર્શાયું ન હોય. તેનું કારણ એ છે કે પ્રત્યેક જીવ આ લોકના એક એક આકાશપ્રદેશ ઉપર અનંત અનંત વાર જન્મ-મરણ કરી ચૂક્યો છે. જીવે એક પણ આકાશપ્રદેશ છોડ્યો નથી, તો પછી એ આકાશપ્રદેશ ઉપર રહેલાં પરમાણુઓને ક્યાંથી બાકી રાખ્યાં હોય? આમ, સકળ જગતનું દરેકે દરેક પરમાણુ, જે એક જીવ દ્વારા ગ્રહણ થાય છે, તે ભૂતકાળમાં અન્ય જીવો દ્વારા અને પોતા દ્વારા ગ્રહણ થયેલું જ હોય છે. અન્ય જીવોએ જે પરમાણુઓ ગ્રહણ કરી, ઉપભોગ કરી છોડી દીધાં છે, પોતે પણ જેને ગ્રહણ કરી છોડ્યાં છે, એ ને એ જ પરમાણુઓ ફરી રહણ થાય છે. તેથી એમ ફલિત થાય છે કે જીવ જેટલાં પરમાણુને જે રૂપે ગ્રહણ કરે છે તેમાંનું કોઈ પણ પરમાણુ તાજું નથી હોતું. જે વાપરીને છોડી દીધું હોય, તજી દીધું હોય તે તાજું કઈ રીતે કહી શકાય? પરમાણુઓનાં થતાં પરિણમનને કારણે આખું જગત અનેક જીવોએ રહીને મૂકી દીધેલાં એઠા પદાર્થ જેવું છે.
જે વસ્તુ એક વ્યક્તિ દ્વારા ઉપયોગ કરીને છોડી દેવામાં આવી હોય તેને વ્યાવહારિક જગતમાં એઠ કહેવાય છે. ભૂખ સંતોષાઈ જવાના કારણે, સ્વાદ ભાવે એવો ન હોવાના કારણે, વાયુ વગેરે કોઈ વ્યાધિ થવાના કારણે, કોઈ આઘાતજનક કે શોકજનક સમાચાર મળવાના કારણે કે અન્ય કોઈ કારણે ભાણામાં પીરસાયેલી વસ્તુને એક વ્યક્તિએ સ્પર્શ કર્યા પછી કે થોડું ખાધા પછી પડતી મૂકી હોય તેને એઠ કહેવાય છે. એવું વધેલું ખાવાનું બીજાને માટે તો અખાદ્ય બને છે, ખુદ પોતાને પણ તે ખાવા માટે ફરી રુચિ થતી નથી, બલ્બ અરુચિ થાય છે. વળી, આરોગ્યની દૃષ્ટિએ બીજાનું એઠું ખાવાથી રોગાદિ થવાનો સંભવ રહે છે, માટે પણ એઠું ભોજન વર્ષ ગણાય છે. તેથી એઠરૂપે પડેલો પદાર્થ ગમે તેટલો સ્વાદિષ્ટ હોય, મનને ગમે તેવો હોય કે કિંમતી હોય; પરંતુ એ એઠ થઈ ગયો હોવાથી કોઈ પણ સારો માણસ એ ખાય નહીં, એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org