________________
ગાથા-૧૩૮
૨૮૫
જ્યાં સુધી સંસારમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ગૃહ આદિના ભોગમાં રસ પડે છે. જ્ઞાનીનાં વચનોનો વિચાર કરીને પરમાંથી સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ.
જ્ઞાનીપુરુષના બોધ દ્વારા મુમુક્ષુ જીવને સમજાયું હોય છે કે જે ઔષધિ રોગને દૂર કરી શકે નહીં તે ખરેખર ઔષધિ નથી, જે ધન આપત્તિનો નાશ કરી શકે નહીં તે ખરેખર ધન નથી, તેવી જ રીતે જે સુખ તૃષ્ણાનો નાશ કરી શકે નહીં તે ખરેખર સુખ નથી. સાચું સુખ તો પોતાના સ્વરૂપમાં છે. ભોગોમાં જે સુખ ભાસે છે તે તો માત્ર ભાંતિ છે એમ મુમુક્ષુ જીવના લક્ષમાં આવ્યું હોવાથી ભોગોમાંથી તેનો રસ ઘટતો જાય છે અને વિષયથી વિરક્ત થયેલું તેનું ચિત્ત સ્વરૂપાનુસંધાનના અભ્યાસ માટે સમર્થ બને છે. ત્યાગ-વૈરાગ્યાદિ ગુણો તેના અંતરમાં પ્રગટ્યા હોવાથી અને પુરુષાર્થ દ્વારા નિરંતર તે ગુણોની વૃદ્ધિ થતી હોવાથી તે આત્માને ઓળખવા, પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. શ્રીમદ્ લખે છે –
‘ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃતા થઈ જાય છે.'
મુમુક્ષુ જીવને સ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ થઈ હોય છે અને વિષયસુખની રુચિનો ઘટાડો થયો હોય છે. તેને આત્માના અતીન્દ્રિય સુખ માટે પરમ આદર હોય છે, ઇન્દ્રિય તરફના વલણમાંથી આદરબુદ્ધિ ટળી ગઈ હોય છે. તેને બહારની બધી ચીજો વ્યર્થ લાગે છે. ધન, પ્રતિષ્ઠા, કામસુખ બધું વ્યર્થ લાગે છે. આમ, મુમુક્ષુ. જીવના અંતરમાં વૈરાગ્ય સદા જાગૃત રહે છે.
પ્રસ્તુત ગાથામાં કહ્યા તે સાત ગુણો મુમુક્ષુ જીવના અંતરમાં ન્યૂનાધિક અંશે સદા વિદ્યમાન હોય જ છે. મોક્ષના અભિલાષી એવા મુમુક્ષુ જીવના અંતરમાં દયાદિ સાત ગુણો સતત જાગૃત રહે છે. આ સાત ગુણો મુમુક્ષુતાનો માપદંડ છે. મુમુક્ષુ જીવ આ દયાદિ ગુણોની વર્ધમાનતા માટે સત્સાધનમાં જોડાયેલો રહે છે; તેથી દયા, શાંતિ, સમતા આદિ ગુણો તેનામાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વધતા જ રહે છે.
શ્રીમદે આ સાત ગુણો માટે કહ્યું કે “હોય મુમુક્ષ ઘટ વિષે', અર્થાત્ આ ગુણો મુમુક્ષુના ઘટમાં સદા જાગૃત હોય છે. મુમુક્ષુના ઘટમાં વ્યાપેલા આ ગુણોનું રટણ, પોષણ, વ્યાપન થતું હોય છે. દયાદિ ગુણો ચંદનગંધન્યાયે મુમુક્ષુના સ્વભાવરૂપ બની ગયેલ હોય છે. ચંદનને કાપો કે બાળો તોપણ સુગંધ જ આપે છે, તેમ દયાદિ ગુણો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૮૫ (પત્રાંક-૬૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org