________________
ગાથા-૧૩૭
૨૫૫ જ્ઞાનીનાં કથન પ્રત્યે અશ્રદ્ધા અને તેમાંથી ભૂલ શોધવાની વૃત્તિ સેવી તે અભક્તિ કરે છે. તે જ્ઞાની પુરુષના ઔદયિક ભાવને અનુલક્ષીને થતાં તેમનાં આચરણમાં દોષ શોધવા મથે છે. તે જ્ઞાનીને ખોટા ઠરાવવાના પ્રયાસો કરે છે. તેને જ્ઞાની માટે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે.
શુષ્કજ્ઞાની જીવ જ્ઞાનીપુરુષના સમાગમ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે. તે જ્ઞાની પાસે નથી જતો, કારણ કે તેમાં તેના અહંકારને ચોટ લાગે છે. તે શાસ્ત્રોમાં રસ લે છે, કારણ કે શાસ્ત્ર દ્વારા અહંકારને ચોટ નથી લાગતી. શાસ્ત્ર અહંકારનું કંઈ પણ બગાડી શકતાં નથી. શાસ્ત્ર જીવના અહંકારને હાનિ પહોંચાડી શકતાં નથી. જીવમાં ભારોભાર સ્વછંદ હોય તોપણ શાસ્ત્ર કંઈ કરી શકતાં નથી. શાસ્ત્રનો આશય ફેરવી નાખવામાં આવે, મનગમતા અર્થો કાઢવામાં આવે તો પણ શાસ્ત્ર જીવને કંઈ કરી કે કહી શકતાં નથી. જીવ વિપરીત અર્થઘટન કરે તો શાસ્ત્ર કંઈ તેને ટોકતાં નથી. જીવ શાસ્ત્રથી પોતાની જાતને બચાવીને નીકળી શકે છે. આ સર્વ એટલા માટે શક્ય છે કે શાસ્ત્ર અજીવ છે, પરંતુ જ્ઞાનીપુરુષ તો જીવંત છે. તેમની સાથે આ શક્ય નથી. જ્ઞાની પુરુષ સાથે આવો વ્યવહાર નથી કરી શકાતો. જીવના અહંકારે ત્યાં નમવું પડે છે. શુષ્કજ્ઞાની કહે છે કે ‘ઝૂકવામાં મને ક્યાં વાંધો છે? શાસ્ત્ર પાસે તો હું નમું જ છુંને?' પરંતુ શાસ્ત્રને નમવા છતાં માલિક તો તે જ રહે છે. શાસ્ત્રનું અવલંબન લેવામાં સગવડ છે. તેમાં જીવ તેનો માલિક હોય છે. જ્યારે જીવંત સંત પાસે જતાં પોતાનું માલિકીપણું છોડવું પડે છે. શુષ્કજ્ઞાનીના અહંકારને એ ગમતું નથી.
જીવંત સંત એક ધગધગતી આગ છે. તેમની પાસે જવાનો અર્થ છે અહંકારનું બળવું. જેનામાં પોતાના અહંકારને જલાવી દેવાની હિંમત હોય છે તે તો જ્ઞાની પુરુષ પાસે પહોંચી જ જાય છે, પરંતુ જેને ભસ્મ થવું નથી - જે પોતાનો અહં છોડવા તૈયાર નથી અને જે પોતે જ્ઞાની ન હોય છતાં પોતાને જ્ઞાની કહેવડાવવું છે તે જ્ઞાનીપુરુષ પાસે જતો નથી. તે શાસ્ત્ર પ્રત્યે ખૂબ પ્રેમ, આદર અને ભક્તિ બતાવે છે, પરંતુ અહંકારને બચાવવા માટે સદ્ગુરુનું અવલંબન ન લેવારૂપ ભયંકર દોષને સેવી તે પોતાનું અપરિમિત અહિત કરે છે,
- શુષ્કજ્ઞાનીને પોતાની મહત્તા અને અધિકતાનાં પરિણામ રહેતાં હોવાથી જ્ઞાનીપુરુષની મહાનતાનો તે સ્વીકાર કરી શકતો નથી. તેની વૃત્તિ ઊંટ જેવી હોય છે. ઊંટને થાય કે હું જગતમાં સૌથી ઊંચો.' તેનો આ અહંકાર રણમાં જ પોષાઈ શકે અને તેથી તેને રણપ્રદેશ જ ગમે. રણમાં જ્યાં જુએ, જે જુએ તે બધું તેનાથી નીચું જ હોય. પણ જો તે પર્વત પાસે જાય તો તેનો અહં તૂટે. પોતાથી ઊંચું પણ કાંઈક હોઈ શકે એ સ્વીકારવા તે તૈયાર થતો નથી અને તેથી તે રણપ્રદેશ છોડી પર્વતવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org