________________
૨૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
માટે સતત પુરુષાર્થ કરતો રહે છે; પણ જ્યારે તેને પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ સુખની અભિલાષા જાગૃત થાય છે ત્યારે તે જીવ અવ્યાબાધ સુખને જ પોતાનું સાધ્ય માની, તેના સાધનરૂપ એવાં દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે.
-
આનું તાત્પર્ય એ છે કે ઉપાદાનમાં કારણતા (નિયમા કાર્ય કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન અનાદિ-અનંત હોવા છતાં તેની કારણતા સાદિ-સાંત છે. શ્રી અરિહંત પરમાત્મા આદિના આલંબનથી જ્યારે આત્માના વિકાસનો માર્ગ ખુલ્લો થાય છે ત્યારે ઉપાદાનકારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. જ્યાં સુધી સાધક પૂર્ણપણે સ્વભાવમાં સ્થિર થતો નથી, ત્યાં સુધી તેને ઉપકારી નિમિત્તોનું અવલંબન અત્યંત આવશ્યક છે. જેમ જેમ શુભ નિમિત્તના આશ્રયે તે સ્વભાવમાં સ્થિર થતો જાય છે, તેમ તેમ તત્સંબંધી વિકલ્પો પણ છૂટતા જાય છે. જીવ ઉપાદાનસ્વભાવને ઓળખીને જો તેમાં સ્થિર થઈ જાય તો તેને નિમિત્તના વિકલ્પો રહેતા નથી. શુભ નિમિત્તો દ્વારા ઉપાદાનનું લક્ષ કરતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થતાં નિમિત્તના વિકલ્પો છૂટી જાય છે અને જીવ સિદ્ધત્વને પામે છે. શ્રી કાનજીસ્વામી કહે છે કે
‘જેમ જેમ નિરાલંબી સ્વભાવની અંદર સ્થિરતા વીતરાગદશા વધતી જાય, તેમ તેમ નિમિત્તનું અવલંબન, જિનઆજ્ઞાના વિકલ્પ પણ છૂટી જાય છે. પ્રથમ જે શુભ વિકલ્પ પુરુષાર્થ સાથે હતો તે વિકલ્પ જ્યાં તૂટ્યો ત્યાં નિમિત્તનું જ્ઞાન રહી જાય છે, અને અપ્રમત્તસંયમભાવમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય એકાકારરૂપ શુદ્ધતામાં લીન થઈ જાય છે. એવી દશા જ્યાં લગી નથી ત્યાં લગી સદ્ગુરુનો વિનય, જિનઆજ્ઞાનો વિચાર વગેરે શુભ વિકલ્પ રહે છે, પણ જ્યાં એ નિમિત્તનો આદર નથી ત્યાં નિજગુણની અશાતના વર્તે છે.’૧
૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૨૧-૪૨૨ શ્રી કાનજીસ્વામી વિશેષમાં જણાવે છે કે આ ગાથામાં ઉપાદાનનું નામ' લઈને નિમિત્તનો જે નકાર કરે છે એવા જીવની વાત છે, પરંતુ જેઓ ઉપાદાનના ‘ભાવ’ને સમજીને નિમિત્તનું લક્ષ છોડે છે તેઓ સિદ્ધસ્વરૂપને પામે છે. શ્રી કાનજીસ્વામી આ અપેક્ષાએ આ ગાથામાં શબ્દાન્તર કરી નીચે પ્રમાણે કહે છે
Jain Education International
-
‘જેટલે અંશે શુદ્ધભાવ ઊઘડ્યો તેટલે અંશે નિમિત્તનું અવલંબન છૂટી જાય છે. ત્યાં નીચેનો સિદ્ધાંત લાગુ પડે છે -
ઉપાદાનનો ભાવ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.'
– ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૪૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org