________________
ગાથા-૧૩૬
૨૩૭
ઉપાદાનાનુસાર જુદી જુદી વ્યક્તિને જુદા જુદા ભાવ થાય છે, પણ જે જે ભાવ થાય છે તે તો નિમિત્તના અવલંબને જ થાય છે. ઉપરોક્ત દષ્ટાંતમાં મૃત વેશ્યાને જોઈ સાધુને કરુણાના, ચોરને ચોરીના, કામી પુરુષને વાસનાના, કૂતરાને ખાવાના ભાવ થયા; પણ તેમાં દાગીના, સ્ત્રીની કાયા આદિ નિમિત્ત હતાં, તેથી તેવા ભાવ થયા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપાદાન સાથે નિમિત્ત હોય તો જ વિકાર થાય છે, વિકારાદિ કાર્ય માટે નિમિત્તની આવશ્યકતા રહે છે.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. | ઉપાદાન તૈયાર હોય, નિમિત્ત પણ હાજર હોય અને ઉપાદાન નિમિત્તના આશ્રયે જાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. ઉપાદાન જ્યારે નિમિત્તના આશ્રયે જાય છે ત્યારે જ નિમિત્તમાં કારણતા પ્રગટે છે અને તેથી તે નિમિત્તકારણ કહેવાય છે તથા જ્યારે નિમિત્તકારણના આશ્રયે ઉપાદાનમાં કારણતા પ્રગટે છે ત્યારે ઉપાદાનકારણ પોતે કાર્યરૂપ પરિણમે છે. કર્તાપણાનો સંબંધ ઉપાદાન સાથે છે, નિમિત્ત સાથે નથી; માટે કાર્યસિદ્ધિ અર્થે નિમિત્તનો આશ્રય લેવાની જવાબદારી ઉપાદાનના માથે જ છે. નિમિત્ત પોતે ઉપાદાનને શોધવા અને આશ્રય આપવા નહીં જાય, માટે ઉપાદાને પોતે જ નિમિત્તને શોધી, તેના આશ્રયે જઈ, પોતામાં કારણતા પ્રગટાવી કાર્યરૂપે થવાનું રહે છે. કર્તા પોતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્તે અને પુષ્ટ નિમિત્તકારણનો વિધિપૂર્વક આશ્રય કરી. ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવે તો કાર્યસિદ્ધ થાય છે. આમ, નિમિત્ત અને ઉપાદાનના સહકાર અને સહયોગથી જ કાર્ય નીપજે છે. તેથી જ ગણિશ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે –
ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ;
ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.૧ પોતપોતાનાં સિદ્ધતારૂપ કાર્ય માટે સર્વ આત્માઓમાં જરૂરી ઉપાદાન વિદ્યમાન છે અને એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પુષ્ટ અવલંબન છે. આત્મામાં ઉપાદાન તો અનાદિ કાળથી રહેલું જ છે, પણ ઉપાદાનકારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે. પરમાત્માના યોગથી જીવને મોક્ષની રુચિ ઉત્પન્ન થાય છે. પ્રભુની પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્ય જીવને તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુનાં દર્શનથી જીવને આત્માની મહાન શક્તિઓનું ભાન થાય છે, વિષયસુખની ભ્રાંતિ નષ્ટ થાય છે અને અવ્યાબાધ, સ્વાભાવિક સુખની પ્રાપ્તિની ઇચ્છા થાય છે. જ્યાં સુધી જીવ વિષયસુખનો અભિલાષી હોય છે, ત્યાં સુધી એ વિષયસુખને જ સાધ્ય માની, તેના સાધનરૂપ એવાં સ્ત્રી, ધન, આદિ પ્રાપ્ત કરવા ૧- ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન, કડી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org