________________
૨ ૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પૂર્વક અભ્યાસમાં જોડાતા નથી અને તેથી તેમનું કાર્ય સધાતું નથી. જીવ જો પ્રમોદ કરી, પ્રીતિથી પ્રયોગમાં જોડાય તો જ આત્મપ્રાપ્તિ થાય છે. પ્રમોદથી આગળ વધી તે સ્વરૂપ પ્રત્યે જાગૃત થાય, મળેલ બોધને અમલમાં મૂકીને અંતર્મુખ થાય તો જ કામ થાય છે.
એક પ્રવાસી હિમાલયના મનોરમ્ય પ્રદેશમાં ફરવા ગયો હતો. ત્યાંની પર્વતમાળાનું અદ્ભુત કુદરતી સૌંદર્ય જોઈને એ આફરીન થઈ ગયો. એનું પોતાનું ગામ તો દૂર રણપ્રદેશમાં હતું. ત્યાં એ પાછો ફર્યો ત્યારે પોતે જોયેલાં મનોહર દશ્યોનું વર્ણન કરવા લાગ્યો. હિમ, શિખરો, નદીઓ, વૃક્ષો, ઇત્યાદિની વાતો કરતાં એ થાકતો ન હતો અને લોકો પણ એ સાંભળતાં થાકતા ન હતા. ગામના લોકોએ એને વિનંતી કરી, ‘અમારે પણ ત્યાં જવું છે. કેવી રીતે જઈએ તે સમજાવો.' પ્રવાસીએ એમને માટે એક સરસ નકશો દોરી આપ્યો. લોકો ખુશ થઈ ગયા. એક એક કરીને નકશો હાથમાં લેવા લાગ્યા અને અહોભાવથી કલાકો સુધી નિહાળતા રહ્યા. નકશો સાચવવા માટે લોકોએ તેને સુંદર કારીગરીવાળી ફ્રેમમાં મઢાવી દીધો. તેને રાખવા માટે પછી એક ભવ્ય મંદિર ચણાવ્યું. સારા મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરાવી અને ત્યારથી લોકો નકશાનું દૂરથી દર્શન કરે છે, આરતી ઉતારે છે, પૂજા કરે છે; પણ હિમાલયના પ્રદેશમાં કોઈ જતું નથી. તેઓ હિમાલયના દર્શન કરનારનાં દર્શન તો કરે છે, પણ એમનામાંથી હિમાલય જવાની પ્રેરણા લેતા નથી. હિમાલયનો નકશો જુએ છે, પણ હિમાલય ઉપર ચડતા નથી.
સદ્ગુરુનાં વચનો એ આત્મામાં જવાનો નકશો છે, ત્યાં જવા માટેની માર્ગદર્શિકા છે. લોકો તેને જુએ છે, પણ તે માર્ગદર્શિકા બતાવે છે ત્યાં જતા નથી. લોકો સદ્ગુરુનાં વચનોને પૂજે છે, વાંચે છે, ગાય છે, પાઠ કરે છે; પણ એનો અમલ કરી આત્મપ્રાપ્તિ કરતા નથી. સદ્ગુરુનાં દર્શન કરી સંતોષ માની લે છે, પણ આત્મપ્રભુને ભેટવાનું મન કરતા નથી. જેમ ભોજન સુંઘવાથી પેટ ન ભરાય, સિક્કાઓનો રણકો સાંભળવાથી ખિસું ન ભરાય; તેમ સગુરુનાં દર્શન કરવામાત્રથી કાર્ય નથી સરતું. જેમ માત્ર નકશો જોવાથી કાર્ય થતું નથી, એ તો ઈષ્ટ સ્થાને પહોંચવા માટે આગળ વધવા માટેનો માર્ગ સૂચવે છે; તેમ માત્ર દર્શન-પાઠ-ચર્ચા કરી લેવાથી કાર્ય નથી થતું, પણ અબુધ જીવો એ સ્થૂળ દર્શન આદિમાં જ અટકી જાય છે અને તેથી સાચાં દર્શન ચૂકી જાય છે. હિમાલયના નકશાનું દર્શન ત્યારે સફળ ગણાય કે જ્યારે તેમાંથી પ્રેરણા લઈ હિમાલય જવાની તૈયારી કરવામાં આવે. પરંતુ જો નકશાનું દર્શન કરી ખુશ થયા કરે અને કંઈ જ ન કરે તો તેનું દર્શન નકામું છે. પહેલાં રણ જોતો હતો, હવે હિમાલયનો નકશો જુએ છે. તેવી જ રીતે જીવને પહેલાં સ્ત્રી-પુત્રાદિનાં દશ્ય ગમતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org