________________
ગાથા-૧૩૬
૨૨૭
આપે છે, હિંમત આપે છે - “કંઈ પણ થાય તો હું છું તારી સાથે.' પ્રગતિ થતાં શિષ્યની પ્રશંસા કરે છે અને એ રીતે એનો ઉત્સાહ વધારતાં વધારતાં એક દિવસ તેને આજ્ઞા આપે છે કે “રૂપીમાં બહુ ફર્યો, હવે અરૂપીમાં ઊડ. જા, તારા શુદ્ધાત્મસ્વરૂપમાં ઠરી જા. ચિદાકાશનો સાક્ષાત્કાર કર.'
બચ્ચાએ આકાશનો સાક્ષાત્કાર કર્યો. કઈ રીતે? માએ ધીમે ધીમે રૂપાંતરણ કરાવ્યું તેથી. મા ઉપરની બચ્ચાની શ્રદ્ધાને માએ આત્મશ્રદ્ધામાં ફેરવી તેથી બચ્યું ઊડી શક્યું. શિષ્ય જ્ઞાયકદેવનો સાક્ષાત્કાર કર્યો. કઈ રીતે? સદ્ગુરુદેવે તેનામાં રૂપાંતરણ કરાવ્યું તેથી. સગુરુ ઉપરનું શ્રદ્ધાન આત્મશ્રદ્ધાનમાં રૂપાંતરિત થાય અને અરૂપી એવા ચૈિતન્યનો સાક્ષાત્કાર કરવાની ક્ષમતા આવે, ઉપયોગ સૂક્ષ્મ અને અંતર્મુખ બનતો જઈ સ્વમાં ઠરી જાય એવા ઉત્કૃષ્ટ માર્ગનું સગુરુએ દાન આપ્યું તેથી શિષ્ય સ્વ-સ્થ થઈ શક્યો.
સદ્ગુરુ તે જ કે જેઓ ક્યારેક કહે કે મારો હાથ કેમ પકડતો નથી?' તો ક્યારેક કહે કે “છોડ મારો હાથ!' જીવે તીવ્ર આસક્તિથી સંસાર પકડેલો હોય ત્યારે તેઓ હાથ આપે અને એ હાથ એટલો મોહક, પ્રેમાળ, સમૃદ્ધ હોય કે જીવ સંસાર છોડવા તૈયાર થઈ જાય. જેવો સંસાર છૂટે કે તેઓ કહે કે “ક્યાં સુધી વળગ્યા રહેવું છે? તને અમારો નશો થઈ ગયો અને નશો તો હંમેશાં બેહોશી લાવે છે. જેમ નશો વધશે તેમ તું મૂચ્છિત થતો જશે. તારી શક્તિ નિર્બળતામાં પલટાતી જશે. લાભનો અવસર હાનિકારક બની જશે. તેથી તને જે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તેની આરાધનામાં તત્પર રહે.' આમ, ક્યારેક સદ્ગુરુ પાસે આવે તો ક્યારેક દૂર જાય છે. પાસે આવે છે જેથી સંસાર દૂર જાય અને પછી તેઓ દૂર જતા રહે કે જેથી આત્માની નિકટતા સધાય.
- સદ્ગુરુ વિન નથી, કડી છે; દીવાલ નથી, દ્વાર છે. અંતમાં તો હાર પણ હટી જાય છે, માત્ર એકલું આકાશ જ રહી જાય છે. જો કોઈ દ્વાર ઉપર રાગ કરીને દ્વારનો જ આગ્રહ રાખે તો તેણે દ્વારનું દીવાલમાં રૂપાંતર કર્યું કહેવાય. સદ્ગુરુના બોધથી જીવ અંતરમાં ન વળે અને ગુરુના રાગમાં અટકી જાય તો તે ગુરુને દ્વાર ન બનાવતાં દીવાલ બનાવે છે અને તેથી તે બહાર નીકળવાને બદલે પોતાનું માથું જ ફોડે છે. માટે ધ્યાન રાખવું જોઈએ કે ગુરુને દ્વાર બનાવવાને બદલે દીવાલ બનાવી દેવામાં ન આવે.
જીવ સ્વરૂપસન્મુખ થાય એમાં જ સદ્ગુરુની પ્રસન્નતા હોવા છતાં કેટલાક જીવ ઉપાદાનલક્ષી સાધના કરતા નથી, પણ નિમિત્તલક્ષી જ રહે છે. તેઓ સદ્ગુરુ પ્રત્યે પ્રમોદ તો વ્યક્ત કરે છે, પણ તેમને પ્રયોગ કરવાની ઇચ્છા થતી નથી. તેઓ પ્રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org