________________
ગાથા-૧૩૬
૨૨૫
જ નથી કર્યું. તેં થવા દીધું છે, તેથી આ ઘટિત થયું છે. અત્યાર સુધી તેં થવા દીધું ન હતું, તેથી તું અટકી રહ્યો હતો. હવે તેં થવા દીધું છે, તેથી તારામાં નિર્મળ ભાવો પ્રગટ્યા છે.' જો જીવ આ તથ્ય સમજે તો તે શરણાગતિના નામે શિથિલતા નહીં પોષે, પણ પુરુષાર્થ ઉપાડી નિજકાર્ય કરવામાં તત્પર બનશે. તેથી દૃઢતાપૂર્વક એ નિર્ણય કરવો અત્યંત આવશ્યક છે કે સદ્ગુરુ વિના નિજકાર્ય શક્ય નથી, પણ નિજકાર્યનો કર્તા જીવ પોતે જ છે. નિજકાર્યની સિદ્ધિ અર્થે સદ્ગુરુનો આશ્રય મેળવવો જરૂરી છે, પણ કર્તાપણાનો સંબંધ જીવની પોતાની સાથે છે. નિજપરિણામોની જવાબદારી જીવની પોતાની છે.
જગતમાં સદ્ગુરુનું શરણ જ સત્ય છે એમ કહેવામાં આવે છે. તેનું તાત્પર્ય એવું કદાપિ થતું નથી કે તેઓ જીવની ઇચ્છાનુસાર વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિનું પરિણમન કરી દેશે. સંયોગોનું પરિણમન તો જેવું થવાનું છે તેવું જ થવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન, કોઈ પણ દ્વારા સંભવિત નથી, સદ્ગુરુ દ્વારા પણ નહીં. અજ્ઞાનતાના કારણે જીવ એમ વિચારે છે કે ‘જો હું ખૂબ પ્રાર્થના કરીશ, ખૂબ સ્તુતિ કરીશ તો સદ્ગુરુ કંઈક ચમત્કાર કરશે.' પરંતુ નિયમથી વિપરીત કાંઈ થતું નથી. સદ્ગુરુ તો તે છે કે જેઓ કારણ-કાર્યના નિયમની સમજ આપે, નહીં કે તેમાં કોઈ હસ્તક્ષેપ કરે. પ્રાપ્ત સંયોગોમાં પરિવર્તન લાવવા સંબંધીના સંકલ્પ-વિકલ્પથી આકુળવ્યાકુળ થયેલ જીવ જો સદ્ગુરુનો આશ્રય લે તેમની દશા, દેશના, આજ્ઞાની વિચારણા કરે તો તે આકુળતા-વ્યાકુળતામાંથી અવશ્ય મુક્ત થઈ શકે છે. જીવ સદ્ગુરુના બોધનું અનુસંધાન કરે તો ગમે તેવી વિકટ સમસ્યાકાળે પણ તે આર્ત્ત-રૌદ્રધ્યાનમાંથી બચી જાય છે. સદ્ગુરુના શરણનો આ જ અર્થ છે.
-
પોતાનું કાર્ય જીવે પોતે જ કરવાનું છે. આત્મજાગરણ એ એક એવી પ્રક્રિયા છે કે જે જીવે જાતે જ કરવી પડે છે. સદ્ગુરુ શુદ્ધાત્મા તરફ ઇશારો કરે છે. તેમનો ઇશારો સમજી ચાલવાનું તો પોતે જ છે. સદ્ગુરુનો યોગ હોય, પણ જો પુરુષાર્થ ન હોય તો સદ્ગુરુની ઉપસ્થિતિ છતાં તેને કોઈ જ લાભ નથી થતો; તેથી સાચા ગુરુ મળવા જેટલું અગત્યનું છે, તેટલો જ અગત્યનો છે પોતાનો પુરુષાર્થ.
આ વાત બરાબર સમજી લેવી. એનો પાકો નિર્ણય કરવો. સદ્ગુરુના સાન્નિધ્યમાં રહીને કાર્ય જાતે જ કરવાનું છે. સદ્ગુરુની ઉપસ્થિતિમાં તે કાર્ય ખૂબ સહેલાઈથી થઈ જાય એ વાત સાચી છે, પણ કરવું તો જાતે જ પડશે. આ તો વીતરાગવિજ્ઞાન છે. સદ્ગુરુ શિષ્યનું કંઈ કરી શકે નહીં, પણ સદ્ગુરુની ઉપસ્થિતિમાં શિષ્ય પોતાનામાં ઘણું કામ કરી શકે. સદ્ગુરુનો સમાગમ થતાં જ જીવનું મુક્તિનું કાર્ય શરૂ થઈ જાય છે. તેમનું પડખું સેવતાં આધ્યાત્મિક ઉડાણની શરૂઆત થાય છે. આ વાત એક દૃષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org