________________
૨ ૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.”
- સદ્ગુરુનું અવલંબન આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો અદ્ભુત મહિમા જ્ઞાનીઓએ અસંદિગ્ધ શબ્દોમાં દર્શાવ્યો છે. વિદ્યમાન સદ્ગુરુની પ્રાપ્તિ અને તેમની આજ્ઞાનું અવિચળ આરાધન એ જ સર્વ શાસ્ત્રનો સાર છે, સર્વ સંતનાં હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. સદ્ગુરુની આજ્ઞાથી જ સર્વ સાધન સફળ થાય છે. નિજમતિકલ્પનાએ ધર્મનો મર્મ નથી સમજાતો. પ્રત્યક્ષ સદ્ગુરુથી જ એ સમજાય છે. સદ્દગુરુનાં દર્શન, વંદન, સ્મરણ, ધ્યાન આદિ બહુમાનપૂર્વક કરવા તત્પર થનાર સાધક શુદ્ધાત્મસ્વરૂપને સાધવા સફળ બને છે. સદ્ગુરુના સત્સંગના સેવનથી જીવ આત્મસ્વરૂપમાં તન્મયતા સાધવા સમર્થ બને છે.
ચિત્તવૃત્તિનું ચૈતન્યસત્તામાં જોડાણ તે નિશ્ચય સત્સંગ. તે માટે ચૈતન્યસત્તાનું સ્વરૂપ બતાવનાર, આત્માનો મહિમા સમજાવનાર, આત્માનુભવની પ્રેરણા આપનાર, આત્માનુભવી પુરુષોનો સમાગમ કરવો તે વ્યવહાર સત્સંગ છે. જેમ બરફના સંગથી પાણી શીતળ થાય છે, તેમ સદ્ગુરુના સંગથી શિષ્ય શાંત થતો જાય છે. સદ્દગુરુના સંગથી સ્વરૂપરુચિની ઉત્પત્તિ-વૃદ્ધિ થાય છે. નિશ્ચય સત્સંગના લક્ષે વ્યવહાર સત્સંગ કરવો જોઈએ, અર્થાત્ શુદ્ધાત્માના લક્ષે શુદ્ધાત્માના અનુભવી એવા સદ્ગુરુનો સમાગમ કરવો જોઈએ.
શુદ્ધાત્માને પામવાનું નજીકમાં નજીકનું સ્થળ સદ્દગુરુ છે. શુદ્ધાત્મા સુધી પહોંચવાનું સૌથી નજીકનું દ્વાર સદ્ગુરુ જ છે. સદ્ગુરુ દ્વારા જીવ આત્મબોધ પામે છે. સદ્ગુરુના યોગમાં જીવ સજાગ થાય છે અને આ સજાગતા દ્વારા જીવનો મોક્ષમાર્ગ ખૂલતો જાય છે. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રત્યેનું તેનું વલણ બદલાય છે. તે અન્ય સંસારી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૦-૫૭૧ (આંક-૭૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org