________________
ગાથા-૧૩૬
૨૨૧
પણ કહ્યું છે કે સાધુએ ભીંત ઉપર અંકિત થયેલા નારીના ચિત્ર તરફ નજર પણ નાખવી નહીં. જો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનના માલિક બનેલા સર્વવિરતિધર સાધુને જડ એવું ચિત્ર વિચલિત કરી શકે એમ હોય તો તેનાથી નીચેના ગુણસ્થાનોમાં નિમિત્તના સંયોગની પસંદગી વખતે કેટલી બધી જાગૃતિ અભિપ્રેત છે! આ ઉપરથી નિમિત્તોની પસંદગીમાં સાધકે કેવી ચીવટ રાખવી જોઈએ તે સમજાય તેવું છે.
ઉપરની ચર્ચામાં જેમ જડ અને ચેતન દ્રવ્યની સ્વતંત્રતા બાબત વ્યવહાર અને નિશ્ચયનયથી વિવરણ કર્યું, તે પ્રમાણે બે ચેતનદ્રવ્યોની સ્વતંત્રતા માટે પણ એ પ્રમાણે જ સમજવાનું છે. ઉપાદાન એ સ્વદ્રવ્ય છે અને નિમિત્ત એ પરદ્રવ્ય છે. સાધક એ સ્વદ્રવ્ય છે અને જિનેશ્વર ભગવાન કે સદ્ગુરુ એ પરદ્રવ્ય છે. જિનેશ્વર ભગવાનને સદ્ગુરુને ‘પરદ્રવ્ય’ના વિભાગમાં મૂકતાં જીવને ધક્કો લાગે છે. તેનાથી એ વાતનો સ્વીકાર થઈ શકતો નથી. દેવ-ગુરુને પરદ્રવ્ય’કહેતાં જાણે તેમનું અપમાન કરતા હોઈએ એવું લાગે છે. પરંતુ જ્ઞાનીપુરુષો સમજાવે છે કે ‘પર' એ કંઈ અપશબ્દ નથી. એ તો માત્ર વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરે છે. જેમ માતાને પરસ્ત્રી ગણવા છતાં તેના પ્રત્યેનો પ્રેમ, વિનય, આદર ઓછા નથી થતા; તેમ દેવ-ગુરુને પ૨ ગણતાં તેમના પ્રત્યેનો વિનય, પૂજ્યભાવાદિ પણ ઘટવા નહીં પામે.
દેવ-ગુરુની ગણના પરદ્રવ્યમાં થતી હોવાથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એ નિશ્ચયનયના કથનના આધારે દેવ-ગુરુ પણ જીવનું કાંઈ કરી શકતા નથી. આ વાત સત્ય છે, પરંતુ તેની અપેક્ષા સમજ્યા વિના, તેની અધૂરી સમજના કારણે જીવ વિપરીત નિર્ધાર કરી, દેવ-ગુરુનું અવલંબન તજી, સ્વચ્છંદે પ્રવર્તી ભવભ્રમણ વધારે છે. જેને પરમાત્મા કે સદ્ગુરુ માટે ભક્તિ નથી, તેને શુદ્ધાત્મા પ્રત્યે પ્રેમ નથી આવતો, સાધના અંગે નિષ્ઠા નથી આવતી. તેના જીવનમાં સર્વત્ર ખાલીપો જ હોય છે. આ સ્થિતિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય એ છે કે સ્વચ્છંદ ત્યજી, દેવ-ગુરુની આવશ્યકતા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
-
પુષ્ટનિમિત્તરૂપ પ્રભુનું અવલંબન આત્માને સ્વરૂપારોહણ કરવાનો સુગમ ઉપાય છે. જેમ દીવાની ઉપાસના કરતાં વાટ દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા બને છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે. તેથી જ શ્રીમદ્ લખે છે
‘જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે; જેથી પોતાની સ્વરૂપદશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org