________________
ગાથા-૧૩૬
૨૧૯
હા, એ વાત ચોક્કસ કે આત્મા કદી જડ બની જતો નથી, તેમ જડતત્ત્વ કદી આત્મા બની જતું નથી. તેવી જ રીતે એકબીજાના ગુણોનો ક્યારે પણ એકબીજામાં સંક્રમ થતો નથી.
થાય
જ્યાં સુધી જીવમાં સ્વમાં પૂર્ણપણે ઠરવાનું સામર્થ્ય પ્રગટ્યું નથી, ત્યાં સુધી તેના ઉપર પરદ્રવ્યની અસર થાય છે. જ્યારે પૂર્ણપણે આત્મા નિજસ્વરૂપમાં સ્થિત થાય છે ત્યારે તેના ઉપર પરદ્રવ્યની કાંઈ પણ અસર થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયા પછી તેના ઉપર પરદ્રવ્યની અસર રહેતી નથી. તે સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી પરદ્રવ્ય આત્માના વિકાસમાં સહાયક તેમજ વિકાસરૂંધનમાં પણ સહાયક થાય છે. જેમ કે ઘરના ક્લેશ, અજંપા અને વિકલ્પોથી ભરેલાં વાતાવરણ કરતાં મંદિરનું દિવ્ય, શાંત, પવિત્ર વાતાવરણ શાંતિની સાધનામાં વિશિષ્ટ રીતે સહાયક નીવડે છે એ અનુભવસિદ્ધ તથ્ય છે. આ રીતે નિમિત્ત મદદરૂપ બને છે. નિમિત્ત પ્રગતિ કરવામાં કે પીછેહઠ કરવામાં સહાય કરે છે એ વ્યવહા૨કથન છે. વાસ્તવમાં જીવ સ્વતંત્રપણે તેને આધીન થઈ તે પ્રમાણે પરિણમે છે. નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારથી એમ કહેવાય છે કે નિમિત્તે આ કર્યું છે. જીવે એ સમજવું ઘટે કે પરની, અર્થાત્ નિમિત્તોની કોઈ અસર આત્મા ઉપર થતી નથી એ નિશ્ચયનયના કથનને આગળ કરી, વ્યવહારનયથી પણ પરની આત્મા ઉ૫૨ કોઈ અસર નથી એમ માની લઈ, જીવનમાં યમ-નિયમ-સંયમની ઉપેક્ષા કરવી અથવા શુભાશુભ નિમિત્તો વચ્ચે પસંદગી કરવાનું માંડી વાળવું એ આત્મવિકાસનો માર્ગ નથી. નિશ્ચયનયથી આત્મા અને ૫ વચ્ચે ભલે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય, પણ વ્યવહારની ભૂમિકાએ આત્મા ઉ૫૨ પરદ્રવ્યની અસર થાય છે અને તેથી વ્યવહારની ભૂમિકાએ નિમિત્તોની પસંદગી કરવાની જરૂર રહે જ છે.
-
જ્યાં સુધી મનોજ્ઞ-અમનોજ્ઞ નિમિત્તોથી જીવના ચિત્તમાં ગમા-અણગમાના, હર્ષશોકના ભાવો ઊઠતા હોય અને જ્યાં સુધી તે પોતાની ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ અર્થે ઉપલબ્ધ સામગ્રીમાં પસંદગીનું ધોરણ અપનાવતો હોય, ત્યાં સુધી આત્મવિકાસ અર્થે પણ પ્રાપ્ત નિમિત્તોમાં તેણે પસંદગીનું ધોરણ અપનાવવું જોઈએ. ભોજન કરતી વખતે પોતાની રુચિ મુજબનાં બાહ્ય વાતાવરણ, સ્થળ, વાનગીઓ વગેરેની પસંદગી જ્યાં સુધી જીવ કરતો હોય, ત્યાં સુધી તે પરિનિમિત્તોની પોતાને કંઈ અસર થતી નથી' એ વાત તે કેવી રીતે કરી શકે? પરથી પોતાને કંઈ લાભ-હાનિ નથી' એ ભાવ જો તેના અંતઃકરણમાં દૃઢ થયો હોય તો આવી પસંદગીનો પ્રશ્ન જ રહેતો નથી. ખરેખર તો તે બહારથી નિશ્ચયનયના વિષયભૂત ઉપાદાનની વાત કરે છે, પણ તેને અંતરમાં સંસારની જ રુચિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org