________________
ગાથા - ૧૩૬
-- ગાથા ૧૩૫માં શ્રીમદે કહ્યું કે સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ જાન'] એ તથ્ય જે સમજે તેને જ એ દશા પ્રગટ થાય છે. એ દશા પ્રગટ થવા
ભૂમિકા માટે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા એ બે નિમિત્તકારણ છે.
હવે આ ગાથામાં જેઓ ઉપાદાનની માત્ર વાતો કરે છે અને નિમિત્તોનો અપલાપ કરે છે એવા એકાંત નિશ્ચયવાદી જીવોની શું દશા થાય છે તે બતાવતાં શ્રીમદ્ કહે છે –
“ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; | ગાથા
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” (૧૩૬) - સદ્દગુરુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં અર્થ
જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગૃત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો, શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૬)
- નિશ્ચયનયને એકાંતે ગ્રહણ કરનારા જીવને ચેતવતાં શ્રીમદ્ કહે છે કે કાર્ય ભાવાર્થ
-1 માત્ર ઉપાદાનથી જ થાય છે અને નિમિત્તની કોઈ જ આવશ્યકતા નથી એવી માન્યતાને વશ થઈને જે જીવ સદ્ગુરુનું તથા સત્સાધનનું અવલંબન છોડી દે છે, તેનો ભાંતિરોગ ટળી શકતો નથી. જે જીવ ઉપાદાનની વાતો કરે છે, પણ મુમુક્ષુપણું પ્રગટાવવાનો પ્રયત્ન કરતો નથી, તે જીવ શુષ્કજ્ઞાનના બોજા નીચે દબાઈ જાય છે. માર્ગપ્રાપ્તિમાં સાક્ષાત્ સનિમિત્તરૂપ એવા સગુરુ, તેમની ભક્તિ, તેમની આજ્ઞાનું આરાધન ઇત્યાદિ તજવાના કારણે; સ્વરૂપે સિદ્ધ સમાન હોવા છતાં તે જીવ સિદ્ધત્વને પામી શકતો નથી. તે સ્વરૂપાનંદનો ભોગવટો કરી શકતો નથી અને હું શુદ્ધ છું' એવું માત્ર બોલ્યા કરે છે, અર્થાત્ હજી તે જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનદશા છોડી દઈને પોતાનું અમર્યાદિત અહિત કરે છે.
શાસ્ત્રોમાં ઉપાદાનના મહિમાની જે વાત આવે છે તે સાચાં નિમિત્તને તજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org