________________
૨OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એક એક પ્રસંગ, એક એક કાર્ય, એક એક ક્ષણ અને એક એક શ્વાસ સદ્ગુરુની આજ્ઞાનુસાર વ્યતીત થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાપૂર્વક આજ્ઞાનું આરાધન કરતાં તે સાધનામાર્ગે હરણફાળ ભરતો જાય છે.
જેમ જેમ જીવ સદ્ગુરુનાં અમૃત વચનોનું શ્રવણ કરે છે, પવિત્ર સમાગમમાં આવે છે, આનંદપ્રદ પરિચયનો લાભ લે છે; તેમ તેમ તેનો પ્રેમ વિકસે છે, શ્રદ્ધા દઢ થાય છે અને પ્રેમમૂર્તિની સ્મૃતિ વિશેષપણે અને વિના પ્રયત્ન સહજ રીતે રહ્યા કરે છે. જેમ જેમ સદ્ગુરુ પ્રત્યે જીવનાં પ્રેમ અને શ્રદ્ધા વધતાં જાય છે, તેમ તેમ સમર્પણભાવ વર્ધમાન થતો જાય છે અને આજ્ઞામાં એકતાન થવાથી તેની જાગૃતિ વધતી જાય છે. બાહ્ય પ્રસંગો, પદાર્થો, પરિચયોમાં તેને રસ પડતો નથી. જગતની મોહિની ઘટતી જાય છે અને તેમાં નીરસતા લાગે છે. ઇન્દ્રિયવિલાસમાંથી તેનું મન ઊઠતું જાય છે અને ચિત્ત અંતર્મુખ થતું જાય છે. જેમ જેમ વિષય-કષાય મંદ પડે છે, વિકલ્પો શાંત થતા જાય છે; તેમ તેમ આત્મસન્મુખતા વધતી જાય છે. સદ્ગુરુની આજ્ઞાભક્તિના પ્રભાવથી પ્રેમસમાધિ (સદ્ગુરુના સુખરૂપ સ્મરણથી સહજપણે ઉત્પન્ન થતી સ્થિરતા) અને પ્રેમસમાધિના બળથી આત્મસમાધિની પ્રાપ્તિનો ઉત્તમ લાભ મળે છે. સદ્ગુરુના અવલંબને જીવ આત્માવલંબી થતો જાય છે. આમ, પુષ્ટ નિમિત્તરૂપ સદ્ગુરુની આજ્ઞા જીવને સ્વરૂપારોહણ કરવાનો સુગમ અને શ્રેષ્ઠ ઉપાય છે.
જિનદશા' સિદ્ધસ્વરૂપ પ્રગટાવવાના સ્વકાર્યમાં બીજું ઉત્તમ નિમિત્ત છે જિનદશા. જિનદશા એટલે વીતરાગદશા. અહીં ‘જિન' શબ્દ સાંપ્રદાયિક અર્થમાં નહીં પણ તેના તાત્વિક અર્થમાં વપરાયેલ છે. રાગાદિ અંતરશત્રુઓને જીતી જે પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે એવા શુદ્ધ દશાવાન આત્મા તે જિન. પ્રસ્તુત ગાથામાં શ્રીમનું કહેવું છે કે સદ્ગુરુની આજ્ઞા અનુસાર પ્રવર્તન કરવું જોઈએ અને સદ્ગુરુએ ઉપદેશેલી જિતેન્દ્રિય દશા વિચારવી જોઈએ. આ બન્ને સિદ્ધપર્યાય પ્રગટાવવામાં ઉત્તમ નિમિત્તકારણો છે.
નિજ શુદ્ધતા પ્રગટાવવા અર્થે જિનેશ્વર ભગવાનની પૂર્ણ શુદ્ધ દશા ઉત્તમ નિમિત્ત છે. તેનો અર્થ એમ થતો નથી કે જિનેશ્વર ભગવાનની શુદ્ધતા જીવમાં આવે છે. વિશ્વવ્યવસ્થા જ એવી છે કે એક જીવની શુદ્ધતા અન્ય જીવમાં કદી પ્રવેશ કરી શકતી નથી. દરેકની શુદ્ધતા સ્વયંના પુરુષાર્થથી જ ઉત્પન્ન થાય છે. વસ્તુની આવી સ્વતંત્રતા છે. જિનદશાનું અવલંબન લેવાનો હેતુ તો એ છે કે જીવને નિજ શુદ્ધતાનો પરિચય થાય. તેને નિજ શુદ્ધતા પ્રગટાવવાની પ્રેરણા મળે.
કોઈ લક્ષ્યને આંબવું હોય તો તેનો સહેલો રસ્તો એ છે કે જેણે એ લક્ષ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org