________________
ગાથા-૧૩૫
૧૯૩
તે અર્થે રુચિવાન થવું જોઈએ. જેવું સિદ્ધ ભગવંતનું આત્મસ્વરૂપ છે, તેવું જ પોતાનું આત્મસ્વરૂપ છે એમ જો જીવ સમજે તો સહજમાં મોક્ષ થાય છે. શ્રીમદ્ લખે છે કે –
એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ચોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શબુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.’
શ્રીમદ્ સ્પષ્ટપણે જણાવે છે કે માત્ર નિજસ્વરૂપને સમજવાનું કાર્ય જ કરવાનું છે, સર્વ જપ, તપાદિ સાધન માત્ર નિજસ્વરૂપની સમજણ થાય તે અર્થે જ કરવાનાં છે. ગમે તે ક્રિયા, જપ, તપ, શાસ્ત્રવાંચન, ધ્યાનાદિ દ્વારા આ એક જ કાર્ય કરવાનું છે. જીવે અનેક વાર અનેક ક્રિયાઓ કરી છે, પણ આત્માની સમજણ કરી નથી; પોતાના શુદ્ધ, પૂર્ણ, સિદ્ધ સમાન સ્વરૂપને સ્વીકાર્યું નથી અને તેથી જ તેનું કલ્યાણ થયું નથી.
ધર્મનું સ્વરૂપ યથાર્થપણે સમજાયું ન હોવાના કારણે જીવ સત્સાધનો કરવા છતાં આત્મહિત સાધી શક્યો નથી. મુખ્ય સાધના છે સ્વરૂપજાગૃતિની, જે અંતરમાં કરવાની છે. બાહ્ય સાધના કરવાની જરૂર છે, પણ સાધનામાં તેનું સ્થાન ગૌણ છે. ધર્મના બહિરંગ સ્વરૂપનો કે વિધિ-નિષેધના નિયમોનો અત્રે વિરોધ નથી. વિધિ-નિષેધો સારાં છે, લાભકારી પણ છે, તેથી પાલન કરવા યોગ્ય છે; પરંતુ તે યથાર્થ લક્ષ સહિત કરવાનાં છે. સાધનોમાં અટકી ન રહેતાં, તેમાંથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા ગ્રહણ કરવાની છે. મુખ્યતા તો સ્વરૂપજાગૃતિની જ છે.
સર્વ ધર્મના, સર્વ દેશ-કાળના જ્ઞાનીઓ એ વાતમાં સહમત છે કે સાધનાનું અંતિમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૬ (પત્રાંક-પ૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org