________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ધારો કે ૧૦ નંબરની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટે છે એ જીવદ્રવ્ય કે શ્રદ્ધા ગુણનું કાર્ય છે, તે તેની પૂર્વેની ૯ નંબરની પર્યાય કે જે મિથ્યાદર્શનયુક્ત હતી, તેનો અભાવ કરીને પ્રગટ થઈ છે. આ ૯ અને ૧૦ નંબરની બન્ને પર્યાયો ભિન્ન છે, સ્વતંત્ર છે, તેમાં કાળભેદ છે; પરંતુ ૯ નંબરની મિથ્યાત્વપર્યાયનો વ્યય તથા ૧૦ નંબરની સમકિતપર્યાયનો ઉત્પાદ એ બન્ને સમકાળે થાય છે. તેમાં કારણભેદ કે વસ્તુભેદ નથી. વસ્તુતઃ એ બે છે જ નહીં, એક જ છે. ૯ નંબરની પર્યાયનો વ્યય તથા ૧૦ નંબરની પર્યાયનો ઉત્પાદ એ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે.
૧૭૬
-
=
ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ કહેવાય છે, કેમ કે તેના વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી અને તેના હોવાથી કાર્યની ઉત્પત્તિ થાય જ છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદા વિદ્યમાન જ છે. તેને જો સમર્થ કારણ માનવામાં આવે તો વિવક્ષિત કાર્ય(ઉપરોક્ત સંદર્ભમાં સમ્યગ્દર્શન)ની સદા ઉત્પત્તિ થતી રહે, પણ તેવું તો ક્યારે પણ થતું નથી; તેથી અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય તેમજ એ સમયે એ પર્યાયની ઉત્પન્ન થવાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે.
ઉપાદાનકારણ સ્વયં કાર્યરૂપે પરિણમે છે, જ્યારે નિમિત્તકા૨ણ સ્વયં કાર્યરૂપે પરિણમતું નથી; પરંતુ જ્યારે કાર્ય થતું હોય ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ અવશ્ય હોય છે. કાર્યને અનુકૂળ અને અનુરૂપ એવું પદ્રવ્યરૂપ નિમિત્તકારણ ત્યાં હાજર હોય જ છે. નિમિત્તકારણના અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકાર છે.૧ સમ્યગ્દર્શનરૂપ કાર્યના સંદર્ભમાં જોઈએ તો સમ્યગ્દર્શનરૂપી કાર્યનું અંતરંગ નિમિત્ત છે દર્શનમોહનીય કર્મનો અભાવ અને બહિરંગ નિમિત્ત છે સદ્ગુરુનો ઉપદેશ. રાગાદિ વિભાવરૂપ કાર્યનું અંતરંગ નિમિત્ત મોહનીય કર્મનો ઉદય છે અને બહિરંગ નિમિત્ત સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, શત્રુ, મિત્ર આદિ પરપદાર્થો છે. પદાર્થોના જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ અંતરંગ નિમિત્ત છે અને ઇન્દ્રિયો, પ્રકાશ આદિ બહિરંગ નિમિત્ત છે. કર્મબંધનમાં આત્માના રાગાદિ ભાવ અંતરંગ નિમિત્ત છે અને મન-વચન-કાયાનો વ્યાપાર બહિરંગ નિમિત્ત છે.
Jain Education International
નિમિત્ત અંતરંગ હોય કે બહિરંગ, કાર્યની ઉત્પત્તિમાં કોઈ પણ નિમિત્ત કર્તા બની શકતું નથી. તે કાર્ય વખતે ઉપસ્થિત તો રહે છે, પણ કાર્યનો કર્તા થતું નથી. ૧- નિમિત્તને પ્રેરક અને ઉદાસીન એવા બે ભેદમાં પણ વિભાજિત કરવામાં આવે છે. નિમિત્ત ગમનક્રિયાવાળા અને ઇચ્છાવાળા છે કે નહીં તે સમજાવવા માટે આ ભેદ પાડવામાં આવે છે. ઇચ્છાશક્તિવાળા જીવ અને ગમનક્રિયાવાળા જીવ તથા પુદ્ગલ એ બન્ને પ્રેરક નિમિત્ત છે. નિષ્ક્રિય ધર્મ, અધર્મ, આકાશ, કાળ તથા ઇચ્છા અને રાગથી રહિત પરપદાર્થ એ સર્વ ઉદાસીન નિમિત્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org