________________
૧૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તથા જ્ઞાતા-દ્રષ્ટારૂપ વીતરાગભાવમાં પરિણમવાની શક્તિ તે જીવનું ઉપાદાન છે, અર્થાત્ વિભાવરૂપે પરિણમવાની શક્તિ તથા સ્વભાવરૂપે પરિણમવાની શક્તિ તે જીવનું ઉપાદાન છે. અનુકૂળ હાજર પરદ્રવ્ય તે નિમિત્ત છે. જે પરપદાર્થના અવલંબને આત્મા રાગ-દ્વેષરૂપ પરિણમે અથવા વીતરાગસ્વભાવરૂપ પરિણમે તે પરપદાર્થ નિમિત્ત છે. તેથી એમ ફલિત થાય છે કે હાજર નિમિત્ત શુભ અને અશુભ એમ બે પ્રકારે હોઈ શકે છે. સત્પુરુષ, સત્સંગ, સત્શાસ્ત્ર વગેરે શુભ નિમિત્તો છે. એવાં શુભ નિમિત્તોનું ઉલ્લાસપૂર્ણ ભાવથી સેવન કરવામાં આવે તો જીવનું પરિણમન શુભ થાય છે અને પરંપરાએ જીવ શુદ્ધતાને પામે છે. આથી વિપરીત, અસદ્ગુરુ-અસત્સંગ આદિ અશુભ નિમિત્તો છે. એવાં અશુભ નિમિત્તોનું અવલંબન લેવાથી જીવનું પરિણમન અશુભ થાય છે અને તેથી જીવનું સંસારપરિભ્રમણ ચાલુ રહે છે. આ કારણથી જ્ઞાનીપુરુષો ઉપદેશે છે કે આત્માર્થા જીવે શુભ-અશુભ નિમિત્તોનો વિવેક કરી, અશુભ નિમિત્તો સર્વથા ત્યાગવાં જોઈએ અને શુભ નિમિત્ત કે જેના આશ્રયથી તેની સાધકદશા પુષ્ટ થાય, તેનું વિધિપૂર્વક સેવન કરવું જોઈએ.
એક જ કાર્યને ઉપાદાનકારણની અપેક્ષાએ ઉપાદેય કહેવાય છે અને નિમિત્તકારણની અપેક્ષાથી નૈમિત્તિક કહેવામાં આવે છે. જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે તેને ઉપાદાનકારણ અને જે કાર્ય નિષ્પન્ન થાય તેને ઉપાદેય કહેવામાં આવે છે તથા જ્યારે ઉપાદાન કાર્યરૂપે પરિણમે છે ત્યારે જે પદ્રવ્ય એને અનુકૂળ થાય છે, તે પરદ્રવ્ય નિમિત્તકારણ છે. નિમિત્તકારણની અપેક્ષાથી જો કથન કરવામાં આવે તો તે જ કાર્ય (ઉપાદેય)ને નૈમિત્તિક કહેવામાં આવે છે. કયા નિમિત્તકારણનો કાર્ય સાથે સંબંધ છે એ બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહેવાય છે. દા.ત. જે ઘડારૂપ કાર્ય, માટીરૂપ ઉપાદાનકારણનું ઉપાદેય કાર્ય કહેવાય; તે જ ઘડારૂપ કાર્ય, કુંભારરૂપ નિમિત્તકારણનું નૈમિત્તિક કાર્ય પણ કહેવાય. તાત્પર્ય એ છે કે માટી અને ઘડા વચ્ચે ઉપાદાનઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો આ જ વાતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં ઘટાવવામાં આવે તો આત્મદ્રવ્ય અથવા તેનો શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એવી જ રીતે સદ્ગુરુનો ઉપદેશ તથા દર્શનમોહનીય કર્મનો અભાવ એ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધા ગુણ અને સમ્યગ્દર્શન વચ્ચે ઉપાદાન-ઉપાદેય સંબંધ છે, જ્યારે સદ્ગુરુના ઉપદેશ તથા દર્શનમોહનીય કર્મના અભાવ અને સમ્યગ્દર્શન વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.
-
કાર્યનું નિયામક કારણ કયું છે એ નક્કી કરવા ઉપાદાન તથા નિમિત્તને એના ભેદ-પ્રભેદો સહિત સારી રીતે સમજવાં જોઈએ. તે આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org