SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૪ ૧૬૭ નિર્જરાથી તેં આ અવસ્થા પ્રાપ્ત કરી છે. હવે તો સર્વ પ્રકારે અનુકૂળતા અને વિચારશક્તિ પણ પ્રાપ્ત થઈ છે, તો તારે સર્વ ઉદ્યમ વડે મહાદુર્લભ એવા રત્નત્રયની પ્રાપ્તિમાં જોડાઈ જવું જોઈએ.' જીવને આ દુર્લભ અવસરમાં મહાદુર્લભ એવા રત્નત્રયરૂપ એક અભેદ ત્રિકાળી મોક્ષમાર્ગની સાધના જ કર્તવ્યરૂપ છે. જો કે જીવ દૃઢ સંકલ્પ કરે તો તેના માટે રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભ નથી, સુલભ જ છે. પુરુષાર્થી જીવ માટે સુલભ શું અને દુર્લભ શું? તે તો પ્રબળ પુરુષાર્થમાં પોતાને જોડી દે છે. મોક્ષની ખરેખરી તીવ્ર ઇચ્છા જેને જાગી હોય તે સુલભતા-દુર્લભતાને ગણકારતો નથી. તે જ્ઞાનીઓના માર્ગે પ્રયાણ કરીને મોક્ષ પામે જ છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે ‘આગળ જ્ઞાની થઈ ગયા, લહી સદ્ગુરુ સુપસાય; આત્મભાવ વિનય વડે, સેવી સદ્ગુરુ પાય. Jain Education International વર્તમાનમાં એ જ વિધિએ ચાલતાં, હોય; ટળે અજ્ઞાન અનાદિનું, સ્વસ્વરૂપને જોય. એક માર્ગ ઉપર કહ્યો, થશે આરાધક જેહ; થાશે કાળ ભવિષ્યમાં, જ્ઞાન મણિ ગુણ ગેહ. ભિન્ન ભિન્ન સાધન બધાં, મૂળ માર્ગ જે હોય; મળે એકમાં સર્વને, માર્ગભેદ નહિ કોય.'' ૧ *** ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૩૩-૫૩૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy