________________
૧૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવે ધર્મ પ્રાપ્ત કરવાના અવસરની દુર્લભતા સમજી, પોતાના આત્માને જાણવાનું સ્વાધીન કાર્ય ત્વરાથી કરી, પોતાને પ્રાપ્ત મનુષ્યભવનો સદુપયોગ કરી લેવો જોઈએ. રત્નત્રયની પ્રાપ્તિનો અવસર ખૂબ દુર્લભ છે. એક નિગોદશરીરમાં સિદ્ધોથી અનંતગણા જીવ હોય છે. સોયની અણી ઉપર એકસાથે અસંખ્ય નિગોદશરીર રહે છે. આવા સ્થાવર જીવોથી સંપૂર્ણ લોક ભરેલો છે. જેમ સમુદ્રમાં રેતીનો એક કણ પડી ગયો હોય તો તે પ્રાપ્ત થવો દુર્લભ છે, તેમ સ્થાવર જીવોથી ભરેલા આ ભવસાગરમાં ત્રસપર્યાયનું મળવું અત્યંત દુર્લભ છે. ત્રસપર્યાયમાં પણ વિકલત્રય(બે, ત્રણ કે ચાર ઇન્દ્રિયોના ધારક)ની બહુલતા છે. તેમાં વળી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું તેથી પણ દુર્લભ છે. પંચેન્દ્રિય પર્યાયમાં પણ પશુ-પક્ષીની બહુલતા છે. તેમાં મનુષ્યપર્યાયને પ્રાપ્ત કરવી વધુ દુર્લભ છે. કદાચિતું તેની પ્રાપ્તિ થઈ તોપણ ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, ઇન્દ્રિયોની પૂર્ણતા, સ્વસ્થ શરીર, વીતરાગધર્મ, આત્મજ્ઞાની ગુરુની પ્રાપ્તિ થવી અત્યંત અત્યંત દુર્લભ છે. આવો ઉત્તમ અવસર મળ્યા પછી પણ રત્નત્રયની પ્રાપ્તિ કરવી તો અતિ અતિ દુર્લભ છે. જીવ રત્નત્રયની પ્રાપ્તિનો પુરુષાર્થ ન કરે અને તેનું મનુષ્યજીવન વિષય-કષાયના સેવનમાં જ ચાલ્યું જાય તો તે ફરી વાર મળવું અત્યંત કઠિન છે. એક વાર મનુષ્યપણું મળી ગયા પછી પાછું બીજી વાર મળવું એટલું જ કઠિન છે કે જેટલું એક થાંભલાનો ભૂકો કરી, તેને પર્વતના શિખર ઉપરથી ઉડાડી દેવામાં આવે અને પછી તે ભૂકો પાછો ભેગો કરવામાં આવે.
ત્રસપર્યાયની દુર્લભતાથી લઈને રત્નત્રયની દુર્લભતા સુધીની અનેક દુર્લભતાઓમાં જીવે મનુષ્યપર્યાય સુધીનો અતિ કઠિન રસ્તો પાર કરી લીધો હોય, મનુષ્યપર્યાય મળ્યા પછી પણ તેને આર્ય દેશ, ઉત્તમ કુળ, વીતરાગધર્મ અને આત્મજ્ઞાની ગુરુનો સમાગમયોગ પ્રાપ્ત થઈ ગયો હોય; તોપણ આ સર્વ ઉપલબ્ધિઓ સાર્થક ત્યારે જ થાય જો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપલબ્ધિ કરે. આ મહાદુર્લભ માનવભવને પ્રાપ્ત કરીને પણ જીવ જો રત્નત્રયની પ્રાપ્તિ ન કરે તો મનુષ્યભવ પ્રાપ્ત ન થવા બરાબર છે. અતિ કઠિનતાથી પ્રાપ્ત થવા યોગ્ય ધર્મ-ગુરુને પ્રાપ્ત કર્યા પછી, વિષયસુખમાં રંજાયમાન થવું તે ભસ્મ માટે ચંદનને બાળવા સમાન નિષ્ફળ છે. જીવ જો વિષય-કષાયમાં સમય ગાળે અને સ્વફ્લેયને ન જાણે તો તેનો મનુષ્યભવ વ્યર્થ ચાલ્યો જાય છે. આવો ઉત્તમ અવસર મળવા છતાં જો તે આત્માના નિર્ણય અને તેના અનુભવનો પુરુષાર્થ ન કરે તો તેના માથે અનંત સંસારનો બોજો છે.
જ્ઞાની ભગવંતો જીવને ચેતવે છે કે “અત્યંત કઠિનતાથી પ્રાપ્ત થયેલ અવસરને શું આમ જ વ્યતીત કરી નાખવો છે? જ્યાં સુધી વિચારરહિત અસંજ્ઞીની પર્યાયોમાં હતો ત્યાં સુધી તો બુદ્ધિપૂર્વકના પુરુષાર્થનો કોઈ અવસર જ ન હતો, તોપણ સહજ અકામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org