________________
૧૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વર્તમાનમાં છે અને ભવિષ્ય કાળમાં થશે એ બધા ભેદજ્ઞાનના બળ વડે જ થયા છે, થાય છે અને થશે. ૧
ચિદાનંદસ્વભાવનો નિર્ણય કર્યા વગર જીવે અનંત વાર જન્મ-મરણ કર્યા છે. સ્વરૂપને ભૂલીને, અનેક પ્રકારનાં પુણ્ય-પાપથી સંસારમાં અનંત કાળથી જન્મ-મરણ કરી રહ્યો છે. અંતરમાં અમૂર્તિક, જ્ઞાનઘન, અનંત અક્ષય ગુણોથી યુક્ત સાક્ષાત્ ચૈતન્યદેવ સદેવ બિરાજમાન છે, પણ અનાદિથી જીવે તેનો મહિમા કે પ્રતીતિ કરી નથી. તેણે એક વાર પણ ચૈતન્યનું લક્ષ કર્યું નથી. દેહાદિથી ભિન્ન પોતાનું ચૈતન્યસ્વરૂપ કેવું છે એ તેણે કદી જાણ્યું નથી. હું કોણ છું' એ તે જાણતો નથી.
આત્મા જ્ઞાનસ્વભાવી છે, પણ તેણે જ્ઞાન વડે સ્વયને જાણવાનો પ્રયત્ન પૂર્વે ક્યારે પણ કર્યો નથી. ‘હું ચિદાનંદ આત્મા છું' એવું સ્વયનું જ્ઞાન જીવે પૂર્વે ક્યારે પણ કર્યું નથી. બધાને જાણનારો હું પોતે જ્ઞાનસ્વરૂપ છું' એમ પોતે પોતાનું જ્ઞાન કર્યું નથી. તે સ્વજોયને ચૂકીને પરશેયને જ જાણવામાં અટકે છે અને સંસારમાં રખડે છે. પોતાનું જ્ઞાન સ્વપરપ્રકાશક છે, છતાં પોતે પોતાને જાણતો નથી અને તેથી જ સંસારમાં આથડે છે.
આત્મા અનાદિ-અનંત પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપી તત્ત્વ છે. પોતે જ્ઞાનસ્વભાવી છે અને પોતે પોતાનું શેય પણ છે. પરયોને જાણતી વખતે તે પરશેયો કાંઈ તેના જ્ઞાનમાં આવી જતાં નથી. તીખાશને જાણતાં જ્ઞાન તીખું થઈ જતું નથી, અગ્નિને જાણતાં જ્ઞાન ઉષ્ણ થઈ જતું નથી, અફીણને જાણતાં જ્ઞાન કડવું થઈ જતું નથી, તેમજ રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ થઈ જતું નથી. જ્ઞાન તો રાગથી જુદું જ છે, છતાં પણ આવા જ્ઞાનતત્ત્વની જીવે ક્યારે પણ ઓળખાણ કરી નથી. એક વાર પણ જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને જીવ જો શુદ્ધાત્માને ય બનાવે તો અલ્પ કાળમાં તે મુક્ત થઈ જાય. જે જ્ઞાન પરને જાણવામાં અટકે છે, તે જ્ઞાનને અંતરમાં વાળીને જે જીવ સ્વયને જાણે તેને સંસારપરિભ્રમણ રહેતું નથી. આત્માને ય બનાવવો તે જ જ્ઞાનની અપૂર્વ કળા છે. હું જ્ઞાન છું' એમ લક્ષમાં લઈ જેણે જ્ઞાનતત્ત્વને પ્રાપ્ત કર્યું, તેણે બધું પ્રાપ્ત કરી લીધું.
જો જીવ ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરે, તીવ્ર રુચિ અને સમ્યક્ સમજણ સહિત અંદર જવાના પ્રયત્ન કરે, જાણનાર ઉપર સમ્યકપણે જોર આપતો જાય તો જ્ઞાનની પર્યાય જ્ઞાયકને પ્રસિદ્ધ કરે. ત્યાં બીજું બધું શૂન્ય થઈ જાય અને જાણનારો જ જણાય. જ્યારે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૧૩૧
'भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org