________________
૧૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે નય અનંત છે, કારણ પ્રત્યેક વસ્તુની શક્તિઓ અનંત છે, તેથી પ્રત્યેક શક્તિની અપેક્ષાએ નય અનંત વિકલ્પરૂપ થઈ જાય છે.૧ ‘ધવલા’માં આચાર્યશ્રી વીરસેનજીએ બતાવ્યું છે કે અવાન્તર ભેદોથી નય અસંખ્યાત પ્રકારના સમજવા.૨‘પ્રવચનસાર'ના પરિશિષ્ટમાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે ૪૭ નય બતાવ્યા છે. જ્યારે ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ સાત નય બતાવ્યા છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એ સાત નય છે.૪
‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર'માં શ્રી માઈલ્લધવલજી તેના બે ભેદ બતાવતાં કહે છે કે સર્વ નયમાં નિશ્ચય અને વ્યવહાર એમ મૂળ બે નય છે. સર્વ નયના મૂળભૂત નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ મનાય છે. દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એ બે નિશ્ચય-વ્યવહારના હેતુ છે. નિશ્ચયનય દ્રવ્યાશ્રિત છે અને વ્યવહારનય પર્યાયાશ્રિત છે.પ
નયચક્રના વિષયભૂત અનંતધર્માત્મક વસ્તુનો વિસ્તાર તો બહુ જ છે, પણ બધા નયમાં મુખ્ય નય છે, નિશ્ચયનય અને વ્યવહારનય. વસ્તુનું સ્વરૂપ સમજાવવાના આ બે મુખ્ય પ્રકાર છે. વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવી તે નિશ્ચયનય. આ નય પરની અપેક્ષા વગર વસ્તુના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે. વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પ૨વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે તેમ કહેવું તે વ્યવહારનય. આ નય પરની અપેક્ષાએ એકને બદલે બીજું કહે છે, જેમ કે પાણીનો ઘડો કે ઘીની બરણી. વાસ્તવમાં ઘડો તો પાણીનો નહીં પણ માટીનો છે, પણ તેમાં પાણી ભર્યું છે, તેથી તેને પાણીનો ઘડો કહેવામાં આવે છે. માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરવામાં આવે તે નિશ્ચયનય તથા પાણીના સંયોગથી ઉપચારથી તેને પાણીનો ઘડો કહેવામાં આવે વ્યવહારનય છે. તેવી જ રીતે બરણી કાચની છે, પણ તેમાં ઘી છે, તેથી તેને ઘીની બરણી કહી. તેને ઘીની બરણી કહેવી તે વ્યવહાર છે. પરવસ્તુને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૧, સૂત્ર ૩૩ની ટીકા ' द्रव्यस्यानन्तशक्तेः प्रतिशक्ति विभिद्यमाना बहुविकल्पा जायन्ते । '
૨- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ‘ધવલા', પુસ્તક ૧, ખંડ ૧, ભાગ ૧, સૂત્ર ૧, પૃ.૯૨ ‘ગવાન્તરમેવેન પુનરસંધ્યેયાઃ ।'
૩- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર'નું આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકાનું પરિશિષ્ટ ૪- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૩૩ ‘नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूता नयाः ।’
૫- જુઓ : શ્રી માઈલ્લધવલજીકૃત, ‘દ્રવ્યસ્વભાવપ્રકાશક નયચક્ર', ગાથા ૧૮૨ 'णिच्छयववहारणया मूलिमभेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेउं पज्जयदव्वत्थियं
મુળદ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org