________________
૧૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
બોધ થાય છે. ૧
પ્રમાણ અને નય બને અનંતધર્માત્મક વસ્તુને જાણનાર જ્ઞાન જ છે, પરંતુ તેમાં મુખ્ય ભેદ એ છે કે પ્રમાણ વસ્તુના અનંત ધર્મોને જાણે છે અને નય વસ્તુના એક પડખાને જાણે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને ગ્રહણ કરે છે, જાણે છે; જ્યારે નય વસ્તુના એક દેશને ગ્રહણ કરે છે, જાણે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જાણવાવાળું જ્ઞાન તે નય છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા અનંત ધર્મના સમુદાયરૂપ વસ્તુના એક અંગનું જ્ઞાન મુખ્યતાથી કરે તે નય છે. અનંતધર્માત્મક વસ્તુના કોઈ પણ એક ધર્મને મુખ્ય કરી જાણે તેને નય કહે છે.
પ્રમાણનો વિષય અનંત ધર્મના સમુહરૂપ વસ્તુના બધા ધર્મો અથવા પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. અનંતધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા ધર્મયુગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. જેમ કે આત્મા દ્રવ્યદૃષ્ટિથી નિત્ય, ધ્રુવ, અચલ છે અને પર્યાયદૃષ્ટિથી ક્ષણિક અનિત્ય છે. આત્મામાં એક પડખું નિત્ય છે અને બીજું પડખું અનિત્ય છે. જેનાથી આત્માના નિત્યઅનિત્ય ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી આત્માના નિત્ય કે અનિત્ય કોઈ પણ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ થાય તે નય. દ્રવ્ય-પર્યાયાત્મક આત્મા નિત્ય છે કે અનિત્ય છે એ બાબતમાં “આત્મા નિત્યાનિત્ય છે' આ વાક્ય પ્રમાણવાક્ય છે અને ‘આત્મા નિત્ય છે' અથવા આત્મા અનિત્ય છે' આ વાક્ય નયવાક્ય છે. “આત્મા નિત્યાનિત્ય છે એ વાક્યથી નિત્યત્વ અને અનિયત્વ ધર્મની દૃષ્ટિએ આત્માનો પૂર્ણ બોધ થાય છે. “આત્મા નિત્ય છે' એ વાક્યથી આત્માનો નિત્યરૂપે બોધ થાય છે, જ્યારે આત્મા અનિત્ય પણ છે એ બોધ થતો નથી. એ જ પ્રમાણે આત્મા અનિત્ય છે' એ વાક્યથી આત્માનો અનિત્યરૂપે બોધ થાય છે, પરંતુ આત્મા નિત્ય પણ છે એ બોધ થતો નથી. પ્રમાણ કોઈ પણ બાબતનો પૂર્ણ બોધ કરાવે છે, જ્યારે નય આંશિક બોધ કરાવે છે. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જ્યારે નયથી આંશિક બોધ થાય છે, તેથી નય પ્રમાણનો અંશ છે. નય એ પ્રમાણનો એક ભાગ છે. નય અને પ્રમાણ વચ્ચે અંગગીભાવ છે. પ્રમાણ અંગી છે, નય તેનાં અંગો છે; અર્થાત્ નય પ્રમાણનો અંશ છે.”
નય પ્રમાણનો અંશ હોવાથી તેને પ્રમાણરૂપ સ્વીકારી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે નય જો પ્રમાણરૂપ ન હોય તો તે મિથ્યા ઠરે અને જિનાગમમાં મિથ્યા જ્ઞાનને કોઈ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૬
‘પ્રમાણનવૈરધામ: ’ ૨- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૯
પ્રમાણેન વસ્તુસંગૃહીતાર્થઝાશો નય: I'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org