________________
ગાથા-૧૩૨.
૧૧૫
(૨) સમ્યક એકાંત અને મિથ્યા એકાંત
પદાર્થનું જ સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલા તે પદાર્થની એક અપેક્ષાને - પડખાને વિષય કરનાર નય તે સમ્યક્ એકાંત છે. કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલ અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. વસ્તુનો એક ધર્મ મુખ્ય કરી બીજાને ગૌણ કરવો તે સમ્યક એકાંત છે અને એક ધર્મને મુખ્ય કરી બીજાનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે. “આ સાચું છે જ' - આ વાક્યમાં માત્ર કહેવાયેલ ધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ છે, અન્યનો નિષેધ નથી, તેથી તે સમ્યફ એકાંત છે; જ્યારે “આ જ સાચું છે' - આ વાક્યમાં સત્યનો નિષેધ હોવાથી તે મિથ્યા એકાંત બને છે. સમ્યક્ એકાંત તે નય અથવા સુનય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ અથવા દુર્નય છે. દૃષ્ટાંત (૧) – ‘સમ્યજ્ઞાનથી મોક્ષ છે જ એમ જાણવું તે સમ્યક એકાંત છે, કેમ કે સમ્યજ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ મોક્ષ છે એમ ગર્ભિતપણે આવી જાય છે. “સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે' એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમ કે ત્યાં ક્રિયાનો નિષેધ હોવાથી તે મિથ્યા વચન છે. “સમ્યજ્ઞાનથી મોક્ષ છે જ' - આ વાક્યમાં માત્ર કહેવાયેલ ધર્મની મહત્તા દર્શાવવાનો હેતુ છે, ક્રિયાનો નિષેધ નથી, તેથી તે સમ્યક એકાંત છે; જ્યારે સમ્યજ્ઞાનથી જ મોક્ષ છે' - આ વાક્યમાં ક્રિયાનો નિષેધ હોવાથી તે મિથ્યા એકાંત બને છે. દૃષ્ટાંત (૨) – એક વ્યક્તિ માટે ભત્રીજો કહે છે કે “આ કાકો છે જ.' આ સમ્ય એકાંત છે, કારણ કે મામા વગેરે બીજાં સત્યોની અહીં અવગણના કરવામાં નથી આવી. ગર્ભિતપણે તેનો સ્વીકાર છે, ભલે પ્રગટપણે એક જ ધર્મનો સ્વીકાર કર્યો છે. અન્ય ધર્મનો નિષેધ ન હોવાથી તે આંશિક સત્ય છે, માટે તે સમ્યક એકાંત છે. જો ભત્રીજો કહે છે કે ‘આ કાકા જ છે' તો આ મિથ્યા એકાંત છે, કારણ કે ભત્રીજો તે વ્યક્તિને પોતાના કાકા ગણાવે છે એટલું જ નહીં, પણ તેનાં ‘મામા' વગેરે તમામ સ્વરૂપોનો નિષેધ કરે છે.
સમ્યક એકાંત તે નય કહેવાય છે અને સમ્યક અનેકાંત તે પ્રમાણ કહેવાય છે. પ્રમાણ અને નય એ બન્ને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન. કોઈ પણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય બન્ને દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બને વડે વસ્તુનો યથાર્થ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૧, સૂત્ર ૬-૭ ‘ાન્તો ત્રિવિધ- સભ્યશાન્તો મિથ્યવાન્ત તિ |’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org