SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવશ્યક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – અવર કહે પૂજાદિક ઠામે, પુણ્યબંધ છે શુભ પરિણામે; ધર્મ ઈહાં કોઈ નવિ દીસે, જિમ વ્રતપરિણામે ચિત હીંચે. નિશ્ચયધર્મ ન તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો; ધર્મ અધર્મ તણો ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલતારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણો.૧ આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘પ્રવચનસાર' ગ્રંથમાં સંયમના મૂળ ગુણોનું પ્રતિપાદન કરતાં કહે છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયનો નિરોધ, કેશનો લોચ, છ આવશ્યક, દિગંબર અવસ્થા, સ્નાન રહિત રહેવું, ભૂમિ ઉપર શયન કરવું, દાંત સાફ નહીં કરવા, ઊભા ઊભા ભોજન કરવું અને એક વાર ભોજન કરવું; શ્રમણોના આ ૨૮ મૂળ ગુણો વીતરાગદેવે કહેલા છે. આ ગુણોમાં પ્રમાદી બનનાર મુનિના સંયમનો છેદ કરવો અને પુનઃ તેને સંયમમાં સ્થાપન કરવો. ૨ ‘પ્રવચનસાર'ની ઉપરોક્ત ગાથાની ટીકામાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ફરમાવે છે કે યદ્યપિ આત્મા શુદ્ધ નિર્વિકલ્પ એવા સામાયિકનો અર્થી હોય, છતાં એ સામાયિક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઉપર બતાવેલા સવિકલ્પ સામાયિકના ગુણો તેણે બરાબર પાળવા જરૂરી છે. એ ગુણોમાંથી એક પણ ગુણ જો ન પાળે તો તે સાધુપણામાંથી ભ્રષ્ટ થાય છે અને તેને પુનઃ ચારિત્રમાં સ્થાપન કરવામાં આવે છે. વળી, એ જ ગ્રંથમાં બીજા સ્થળે આચાર્યશ્રી કુંદકુંદદેવ ફરમાવે છે કે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા સાધુએ એક વાર ઊણોદરી, પ્રાસુક અને નિર્દોષ આહાર કરવો. તે આહાર પણ દિવસે, રસમૃદ્ધિ વગરનો અને મધુ-માંસાદિ અભક્ષ્ય પદાર્થો વિનાનો હોવો જોઈએ. ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૧૦, કડી ૧૦૫-૧૦૭ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૨૦૮, ૨૦૯ 'वदसमिदिदियरोधो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ।। एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिंपण्णात्ता । तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।।' ૩- જુઓ : એજન, ગાથા ૨૨૯ 'एक्कं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंस ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy