SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૧ ૮૯ રીતે સંયમી બનતો જાય, તેમ તેમ બહિરંગ રીતે તે પોતાના શરીર સાથે જ વધુ ને વધુ જંગ ખેલતો જાય છે.' આ વિધાન તો ઘોર તપ-ત્યાગનું સચોટ સમર્થન કરે છે. તેથી સિદ્ધ થાય છે કે મોક્ષમાર્ગે જેમ એકલો વ્યવહાર ન ચાલે, તેમ એકલો નિશ્ચય પણ ન ચાલે. નિશ્ચયના લક્ષ સાથે જીવ ભૂમિકાનુસાર વ્યવહારનું પાલન કરે તો તે સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય. શાસ્ત્રોમાં બન્ને પ્રકારનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જૈન દર્શનમાં નિશ્ચયનયની મુખ્યતાથી પ્રતિપાદિત થયેલા અને વ્યવહારનયની મુખ્યતાથી પ્રતિપાદિત થયેલા, એમ બન્ને પ્રકારના ગ્રંથો છે. નિશ્ચયનયપ્રધાન ધર્મગ્રંથોમાં આત્મસ્વરૂપની - ત્રિકાળ અખંડ પૂર્ણ નિજતત્ત્વની જાગૃતિનો બોધ ચૂંટાયેલો હોય છે. આત્માના શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વરૂપનું વર્ણન નિશ્ચયેષ્ટિના ગ્રંથોમાં જોવા મળે છે. તેમાં નિશ્ચયનયની પુષ્ટિ અર્થે વ્યવહારનયના મંતવ્યોનો ઉપહાસ કરેલો પણ જોવા મળે છે, પણ તેટલામાત્રથી જો કોઈ ‘જિનશાસનને વ્યવહારનય માન્ય જ નથી' એવું પ્રતિપાદન કરે તો એ તેનું ભયંકર દુ:સાહસ કહેવાય. જિનાગમોમાં બીજાં એવાં અઢળક સ્થાનો છે કે જ્યાં વ્યવહારનયનું સમર્થન જોરશોરથી કરવામાં આવ્યું જ છે. જિનાગમમાં શ્રાવક-મુનિના આચારાદિનું વર્ણન કરવામાં આવ્યું જ છે. શાસ્ત્રમાં જ્યાં જે ઉપદેશ આપ્યો છે, તેને યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખવામાં આવે તો આત્મહિત થાય; પરંતુ જો તેને યથાર્થપણે સમજવામાં ન આવે અને કોઈ નયને એકાંતે ગ્રહણ કરવામાં આવે તો ખૂબ નુકસાન થાય છે. નિશ્ચયનય એ પ્રમાણનો અંશમાત્ર હોવા છતાં, નિશ્ચયનયનાં વચનોને એકાંતે પકડવામાં આવે અને વ્યવહારનયનાં મંતવ્યોનો નિષેધ કરવામાં આવે તો જિનમતથી વિરુદ્ધ માન્યતા, પ્રવર્તના અને પ્રરૂપણા થાય છે. આ તથ્યને સમજવું અત્યંત આવશ્યક હોવાથી એકાંત નિશ્ચયવાદીની કેટલીક માન્યતા અને જિનમત દ્વારા તેનું સમાધાન અહીં સંક્ષેપમાં જોઈએ - (૧) ક્રિયાની નિરર્થકતા બતાવવા માટે એકાંત નિશ્ચયવાદીઓ એવી દલીલ કરે છે કે જીવે ભવભ્રમણ કરતાં અનંતા ઓઘા લીધા અને અનંતી મુહપત્તિઓ પડિલેહી. જો એ બધાં ઓઘા અને મુહપત્તિઓનો ઢગલો કરવામાં આવે તો મેરુપર્વત જેવડો મોટો ઢગ થાય. અનંતી વાર સાધુ થયો, અનંતી વાર આચાર્યપદ ઉપર પણ આરૂઢ થયો, સાધુવેષની ધર્મક્રિયાઓના કારણે અનંતી વાર નવમા સૈવેયકમાં દૈવી સુખો ભોગવી આવ્યો; પરંતુ તેનો મોક્ષ થયો નહીં. પ્રતિક્રમણાદિ ક્રિયાઓ તો તેણે અનંતી વાર ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘દ્વાત્રિશત કાત્રિશિકા', દ્વાર ૨૮, શ્લોક ૧૭ 'शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy