________________
ગાથા-૧૩૦
સમયનો અભાવ આદિ બહાનાં કાઢી સત્ય પુરુષાર્થ કરતો નથી અને આત્માર્થને છેદે છે. શાસ્ત્રનાં કથનનો મર્મ સમજતો નથી અને તેથી પુરુષાર્થહીન થાય છે. જીવને પુરુષાર્થ કરવો નથી અને છતાં પોતાને ધર્મમાં રુચિ છે એવું દેખાડવું છે, તેથી તે આવાં કુતર્કો કરતો રહે છે. કુતર્કોની આડમાં પોતાની ધર્મની અરુચિ તથા પ્રમાદ છપાવે છે. તે કારણો એવાં બતાવે છે કે જેથી પોતાના દોષો ઢાંકાઈ જાય. તે પોતાનું કલ્પિત વ્યક્તિત્વ ઊભું કરી પોતાની અંદર રહેલી પશુતાને ઢાંકે છે. પોતાનું વરવું રૂપ અન્ય જાણે નહીં અને પોતે ઇચ્છે છે તેવી છાપ લોકો પોતા માટે બાંધે તે દિશામાં તેના સઘળા પ્રયત્ન વળે છે અને પછી પોતાના અવળા પ્રયત્નોથી ઊભી થયેલી છાપને જ એ પોતાનું સ્વરૂપ સમજે છે. તે બીજા પાસે કેવો દેખાય છે તેના ઉપરથી જ પોતાનું માપ કાઢે છે. અન્યને તે ધાર્મિક દેખાતો હોવાથી તે પોતાને ધાર્મિક સમજવા લાગે છે. પોતાને ધર્મની રુચિ છે એવો ડોળ કરી બીજાને તેવું ઠસાવતાં તે પોતે પણ એવું માનવા લાગે છે કે “મને તો ધર્મની ખૂબ રુચિ છે, પણ આ કર્મ આદિના કારણે હું ધર્મ નથી કરી શકતો.' તેને પોતાની પશુતાનું વિસ્મરણ થઈ જાય છે. પોતાની જાતને અન્યની દૃષ્ટિથી અને તે પણ પડળયુક્ત દૃષ્ટિથી જોવી એ નરી આત્મવંચના જ છે. જીવ દોષોને ઢાંકી ઢાંકીને પોતાની જાતને જ છેતરે છે. આવી આત્મવંચનાથી જીવને પારાવાર નુકસાન થાય છે. જ્યાં સુધી તે આત્મવંચના છોડતો નથી ત્યાં સુધી તેનું કલ્યાણ શક્ય નથી, માટે જીવે પડળયુક્ત પ્રતિબિંબને ન જોતાં જાતનું સીધું દર્શન કરવું જોઈએ. પોતાની અરુચિ, પ્રમાદાદિ છુપાવવાં ખોટાં બહાનાં ન કાઢતાં પોતાના દોષોનો સ્વીકાર કરવો જોઈએ. મિથ્યા વિકલ્પો કે તર્કોમાં ન અટકતાં પરમાર્થની ઇચ્છા પ્રગટાવી સદ્ગુરુની આજ્ઞા અનુસાર સત્ય પુરુષાર્થ કરવો જોઈએ.
જો જીવ પરમાર્થને ઇચ્છતો હોય તો તેણે સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. પ્રત્યેક પળને આત્માર્થે ગાળી તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. જીવનનો સદુપયોગ કરી લેવો જોઈએ. નિજસ્વભાવને ઓળખીને પોતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાના સ્વભાવના સામર્થ્યને ઓળખવામાં ઉદ્યમી થવું જોઈએ. અનંત મહિમાવાન ભગવાન આત્માના મહિમાથી પરિચિત થવું જોઈએ. તેનો અચિંત્ય મહિમા સદ્ગુરુ પાસેથી સમજી વારંવાર તેનો લક્ષ કરવો જોઈએ. એ અભ્યાસમાં દક્ષ થવાથી ભગવાન આત્માની શ્રદ્ધા થાય છે, ભગવાન આત્માનું જ્ઞાન થાય છે, ભગવાન આત્મામાં લીનતા થાય છે, નિજાનંદની પ્રાપ્તિ થાય છે.
આમ, આ ગાથામાં ભવસ્થિતિ આદિ બહાનાં છોડી આત્મપુરુષાર્થ જાગૃત કરવાની શ્રીમદ્ પ્રેરણા આપે છે. શ્રીમદ્ આ ગાથામાં પુરુષાર્થપ્રેરક પ્રબળ વાણીમાં કહે છે કે ભવસ્થિતિ આદિનું બહાનું લઈ, ખોટાં આલંબન ગ્રહણ કરી લેશ પણ પ્રમાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org