________________
ગાથા-૧૩)
૭૩
(૬) વ્યક્તિનું બહાનું
વળી, કેટલાક જીવો અન્ય વ્યક્તિઓના કારણે પોતે પુરુષાર્થ નથી કરી શકતા એવું બહાનું આપે છે. સ્ત્રી, પુત્રાદિ પુરુષાર્થ કરવામાં આડા આવે છે, બંધન કરે છે એવું તેઓ કહે છે. વાસ્તવમાં પરિવાર આદિ કંઈ તેમને બંધનકર્તા નથી. એ બંધન તેમણે સ્વયં ઉત્પન્ન કર્યું છે. તેઓ સ્વયં પોતે ઇષ્ટ માનેલી સ્ત્રી આદિની સેવાકાળજીમાં તત્પર રહે છે. જો તેઓ તેમની સેવા ન કરે, તેમની પાછળ દોડધામ ન કરે તો કોઈમાં એવી શક્તિ નથી કે તેમને સ્ત્રી આદિનો સેવક બનાવે. પોતે જ પોતાની ભૂલથી તેમનો ગુલામ બને છે.
જીવ પોતે જ સ્ત્રી આદિના પ્રભાવમાં આવે છે. તે સ્વતંત્રપણે અન્ય વ્યક્તિ પ્રત્યે કામાદિ ભાવ સેવે છે. આમ છતાં જ્યારે કામાદિ વૃત્તિ ઊઠે છે ત્યારે તેનું આરોપણ તે નિમિત્તરૂપ બનેલી અન્ય વ્યક્તિ ઉપર જ કરે છે. તે પોતાની વાસનાનું આરોપણ સ્ત્રી ઉપર કરે છે. સ્ત્રીએ કંઈ તેની વાસનાને જન્મ આપ્યો નથી અને તેના મોક્ષને પણ બાનમાં પકડી રાખ્યો નથી, છતાં તે સ્ત્રીને મોક્ષની પ્રાપ્તિમાં આડખીલીરૂપ - અંતરાયરૂપ ગણે છે. તે સમજતો નથી કે સ્ત્રીમાં રહેલી સુખબુદ્ધિના કારણે પોતાને વાસના ઉત્પન્ન થાય છે, તેમાં સ્ત્રીનો કોઈ દોષ નથી.
જીવનું મન એટલું રુણ છે કે તે પોતાના દોષનું કારણ બીજા ઉપર આરોપિત કરે છે. જ્યારે પણ તેને ક્રોધનો ભાવ થાય છે ત્યારે તેનું કારણ અન્ય ઉપર આરોપિત કરી દે છે. ક્રોધ થાય ત્યારે તે અન્ય વ્યક્તિને દોષ આપતાં એમ કહે છે કે તેણે મને ક્રોધ કરાવ્યો.' તે કહે છે કે “જો તે આમ ન બોલ્યો હોત તો મને ક્રોધ ન આવત', ‘જો તે એવું ન કરત તો હું ગુસ્સે ન થાત.' ક્રોધનો ભાવ જ્યારે જીવને પ્રગટે ત્યારે સામે જે નિમિત્ત હોય, તે નિમિત્ત ઉપર જીવ ક્રોધનું કર્તુત્વ આરોપી દે છે. જો કોઈ પ્રત્યે તેને ક્રોધ થાય છે તો તે ક્રોધના અનુભવમાં સ્વયંની જવાબદારી ભૂલી બેસે છે અને સામેવાળી વ્યક્તિ જ તેના લક્ષમાં રહે છે. તે પોતાના આંતરિક કેન્દ્રને ભૂલી જાય છે અને અન્યને પોતાનું કેન્દ્ર બનાવી દે છે. અનાદિથી આજ પર્યત જીવની યાત્રા બહિર્મુખ જ રહી છે અને તેથી તેનો ઉપયોગ બહાર જ દોડે છે. તેની દૃષ્ટિ ઊલટી છે. તે માને છે કે પોતાના દોષ માટે સદા બીજો માણસ જ જવાબદાર છે. હકીકતમાં બીજો માણસ બિલકુલ જવાબદાર નથી.
જીવના દોષ માટે બીજું કોઈ જવાબદાર નથી, જીવ પોતે જ જવાબદાર છે. જીવની અંદર જે પડ્યું છે તેને બહાર આવવાનો મોકો જ બીજી વ્યક્તિ આપે છે. જો જીવમાં ધૃણા હશે તો ધૃણા બહાર આવશે અને પ્રેમ હશે તો પ્રેમ બહાર આવશે. અન્ય તો માત્ર નિમિત્ત છે. તે કંઈ જવાબદાર પરિબળ નથી. તે તો જીવની ખામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org