________________
ગાથા-૧૩૦
યોગ્ય નથી. સમ્યકત્વાદિ ધર્મ અવશ્ય કરવા યોગ્ય છે.
આમ, આ કાળમાં મોક્ષમાર્ગ કંઈ બંધ નથી થઈ ગયો. આ કાળમાં પણ મોક્ષમાર્ગ તો ખુલ્લો જ છે. મોક્ષની આરાધના તો કરી જ શકાય છે. આ દુષમ કાળમાં પણ મુમુક્ષુ જીવ પુરુષાર્થ કરે તો મોક્ષ માટેની સાધના થઈ શકે એમ છે. જીવ જો સાધના કરે તો આત્મવિશુદ્ધિ થયા વિના રહે નહીં. જીવે કરેલો પુરુષાર્થ વ્યર્થ જતો નથી, માટે તેણે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. જે અવસર મળ્યો છે તેનો પૂરો સદુપયોગ કરવો જોઈએ. પ્રમાદ છોડી ઉત્સાહી વલણ અપનાવવું જોઈએ. આત્માર્થમાં નિષ્ક્રિય ન બનતાં સક્રિય બનવું જોઈએ. દુષમ કાળથી ક્ષોભ ન પામતાં મોક્ષમાર્ગનો પરમ પુરુષાર્થ આત્મવીર્ય ગોપવ્યા વિના કરવો જોઈએ. શ્રીમદ્ લખે છે –
| ‘પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાંખી છે; પણ જો આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની, વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે.” (૪) કર્મનું બહાનું
વળી, કેટલાક જીવો કર્મનું બહાનું આપે છે. તેઓ કર્મને આગળ ધરે છે અને કર્મની સત્તા આગળ પોતાને પાંગળા માને છે. તેઓ કહે છે કે કર્મનો ઉદય આત્મામાં વિકાર ઉત્પન્ન કરાવે છે. જેવો કર્મનો ઉદય હોય છે તે પ્રમાણે આત્મામાં વિકાર થાય છે, માટે જ્યારે કર્મ રસ્તો આપશે ત્યારે વિકાર દૂર થશે. કર્મના ઉદય અનુસાર આત્માના ભાવ થાય છે, તેથી જ્યારે કર્મનો ઉદય અનુકૂળ થશે ત્યારે જ હું પુરુષાર્થ કરી શકીશ. અત્યારે કર્મનું ઘણું જોર છે, તેથી હું પુરુષાર્થ કરી શકતો નથી.'
કર્મના ઉદય આગળ પોતાની અસમર્થતા માનવી, પોતાના વિકારનું કારણ કર્મને માનવું એ માન્યતાની વિપરીતતા છે. જીવ પોતાનાં પરિણામ કરવામાં સંપૂર્ણપણે સ્વાધીન છે. તેનું પરિણમન સ્વતંત્ર છે. જીવ અને કર્મ બને તદ્દન જુદાં જુદાં દ્રવ્યો છે, પોતપોતામાં સ્વતંત્ર છે અને અનાદિ-અનંત ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. દરેક દ્રવ્યની પર્યાય તે દ્રવ્ય પોતે જ કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૧૯ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org