________________
ગાથા-૧ ૨૭
७७
ભલે દેહની ગમે તેવી અસહ્ય સ્થિતિ થાય, વ્યાધિ આવે, કફ વધી જાય, શરીર કંપવા લાગે, તેનો નાશ થઈ જાય પણ એમાં મને કોઈ દુ:ખ નથી. દેહનું જે કંઈ પણ થાય, એનો હું તો માત્ર જ્ઞાતા છું.' સર્વથી નિરાળું એવું જે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે તે સ્વરૂપનું જ અખંડ ધ્યાન રહે એવી તેને ભાવના રહે છે.
શ્રીગુરુએ શિષ્યને જડ-ચેતનનાં ભિન્ન લક્ષણો બતાવી સ્વ-પરનું ભેદજ્ઞાન કરાવ્યું. ભેદજ્ઞાન એ મોક્ષનો માર્ગ છે. ભેદજ્ઞાન વિના મોક્ષપદની પ્રાપ્તિ થવી શક્ય જ નથી. જીવાજીવની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે અને તે માટેનું સસાધન છે ભેદજ્ઞાન. ભેદજ્ઞાન દ્વારા જીવાજીવની, અર્થાત્ સ્વ-પરની યથાર્થ પ્રતીતિ થાય છે. ભેદજ્ઞાન એટલે શું? ભેદજ્ઞાન એટલે ભિન્નતાનો બોધ. પરંતુ માત્ર આટલા અર્થથી મોક્ષમાર્ગનું પ્રયોજન સાધી શકાતું નથી. કોઈ પણ બે દ્રવ્ય વચ્ચેની ભિન્નતાનો બોધ કાર્યકારી નથી થતો. કોઈ પણ બે દ્રવ્ય વચ્ચે ભિન્નતાનો બોધ અથવા કોઈ પણ બે પક્ષ કે બાબતો વચ્ચે ભેદ પાડવાથી યથાર્થ ફળ આવતું નથી. ભેદજ્ઞાન એટલે એવા બે પક્ષ વચ્ચે ભેદ પાડવો કે જેમાં એક પક્ષ “હું' હોય. જે બે પક્ષ વચ્ચે ભિન્નતા કરવામાં આવે તે બેમાંથી એક પક્ષમાં પોતે હોવું જરૂરી છે. એક તરફ હું પોતે અને બીજી તરફ અન્ય સર્વ બાબતો - એમ બન્નેનાં લક્ષણો જાણી ભેદ કરવો એ છે ભેદજ્ઞાન. દા.ત. રશિયા અને ચીનનો તુલનાત્મક અભ્યાસ કોઈ ભારતીય કરે એને ભેદજ્ઞાન ન કહેવાય, પરંતુ એ જ વ્યક્તિ જો ભારત અને ચીન વચ્ચેના સંબંધની અનેક પ્રકારે સમીક્ષા કરે તો એ ભેદજ્ઞાન ગણાય.
જેમ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે તેમાં કોણ જીત-હારે તેનો ભારતીયને ખાસ ફરક પડતો નથી, પણ મેચ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી હોય તો કરોડો ભારતીઓની આંખો ટી.વી. ઉપર મંડાઈ રહે છે અને કોણ જીતે છે તેની ઉત્કંઠા રહે છે, કારણ કે તે બેમાંથી એક પક્ષ પોતે છે. તેથી કોઈ પણ બે પક્ષ વચ્ચે નહીં પણ સ્વ અને પર વચ્ચે ભેદજ્ઞાન કરવાનું છે. શ્રીગુરુ દ્વારા ભેદજ્ઞાનની કળા શીખીને સ્વપરભેદજ્ઞાન કરતાં સ્વ અને પરની ઓળખાણ થાય છે. હું કોણ છું' તે સમજાતાં જ પોતાના પક્ષનો ખ્યાલ આવે છે અને આગળની વાતો સરળ અને સહજ બની જાય છે. મૂળમાં ભૂલ છે. ‘હું સમજવામાં જ ભૂલ થઈ ૧- જુઓ : (૧) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ચારિત્રપાહુડ', ગાથા ૩૯
'जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी ।
रायादिदोसरहिओ जिणसासण मोक्खमग्गगुत्ति ।।' (૨) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકત, ‘સમાધિતંત્ર', શ્લોક ૭૯
'आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org