________________
ગાથા-૧૨૨
૬૯૯ રાગાદિ અશુદ્ધતાને જ અનુભવે છે. તેને ભેદજ્ઞાનનો અભાવ હોવાથી તે રાગાદિ પરભાવને પોતાનું સ્વરૂપ માને છે. જ્ઞાનીએ રાગ અને જ્ઞાનને જુદાં જુદાં ઓળખી લીધાં છે. તેઓ રાગને પોતાનો સ્વભાવ નથી માનતા, જ્ઞાનને જ પોતાનો સ્વભાવ માને છે. રાગ વખતે પણ ‘હું રાગપણે થઈ ગયો છું' એમ માનતા નથી. રાગનાં પરિણામ વખતે પણ હું તો જ્ઞાનપણે જ છું' એમ માને છે. કોઈ મોટા ઘરની શેઠાણી, નોકર કામ ઉપર ન આવ્યો હોય ત્યારે ઘરનું કામ કરે છે, પણ તેને એ વાત લક્ષમાં રહે જ છે કે હું શેઠાણી છું, નોકર નથી.' ઘરની સફાઈનું કામ કરતી વખતે પણ લક્ષ તો છે જ કે “શેઠાણી છું.' માત્ર ઘરની સફાઈનું કામ કરવાથી કોઈ નોકર થઈ જતું નથી. એ જ રીતે બધી વિકારી અવસ્થાઓમાં પણ જ્ઞાની તો જાણે જ છે કે હું એનાથી જુદો, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ છું, વિકારભાવ એ મારું સ્વરૂપ નથી.' પોતાની પર્યાયમાં વિકાર દેખાય છે ત્યારે પણ તે વિકારી ભાવોનો પ્રવેશ પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી, આત્મસ્વભાવમાં તેનો અભાવ છે એમ જાણતા હોવાથી તેમનો ઉપયોગ રાગાદિમાં જોડાવાને બદલે સ્વરૂપ તરફ ઢળે છે.
પર્યાય એક ક્ષણ પૂરતી છે અને રાગાદિ ક્ષણિક પર્યાયમાં થતા વિભાવ છે, હું તેનાથી જુદો છું' એવી પ્રતીતિ જ્ઞાનીને કાયમ રહે છે. તેમને જ્ઞાનોપયોગની જાગૃતિ સતત રહે છે. તેઓ રાગાદિને પર જાણે છે. “મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગાદિ વિકાર પર છે' એમ જાણી તેઓ રાગમાં તન્મય થતા નથી. તેમનું સ્વપરપ્રકાશક જ્ઞાન રાગને જાણે છે ખરું, પણ રાગ સાથે તન્મય નથી થતું. તેમને રાગાદિની વૃત્તિ ઊઠે છે તે વખતે પણ જ્ઞાન રાગની સાથે તન્મય થયા વિના રાગને જાણે છે. રાગમાં તન્મય થઈને જ્ઞાન કામ કરતું નથી.
- જ્ઞાનીને રાગ સર્વથા મટી ગયો હોતો નથી. જો રાગ સર્વથા મટી ગયો હોય તો સર્વજ્ઞદશા હોય. જ્ઞાનીને સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા પ્રગટી ન હોવાથી તેઓ અસ્થિર થાય છે અને રાગ ઊપજે છે, પણ રાગને તેઓ પરણેય તરીકે જાણે છે. તેઓ રાગના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. સાધકની ભૂમિકામાં રાગ હોય છે, પણ તે વખતે તેમની ચેતના તો રાગથી જુદી જ પરિણમે છે. રાગાદિ હોવા છતાં તેમની જ્ઞાનચેતના રાગથી અલિપ્ત રહે છે. જ્ઞાનચેતના રાગથી ભિન્ન રહીને અંતર્મુખ થયેલી હોય છે. જ્ઞાનચેતના રાગાદિ પરભાવને સ્પર્શતી નથી, પણ સ્વભાવને સ્પર્શે છે. તે શુદ્ધ સ્વભાવને સ્પર્શે છે અને રાગથી જુદી જ રહે છે. જ્ઞાનચેતના રાગથી જુદી રહીને સમયે સમયે પોતાનું કાર્ય કરે છે.
રાગથી જુદી પડીને શુદ્ધ સ્વભાવમાં એક થયેલી જ્ઞાનચેતના શુદ્ધ પરિણતિરૂપ વીતરાગવૈભવ સહિત હોય છે. જ્ઞાનચેતનામાં વીતરાગતા હોય છે. જ્ઞાનચેતના શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org