________________
૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બંધ અને મોક્ષ એ બને આત્માની અવસ્થાવિશેષ છે. મિથ્યાત્વાદિ વડે બાંધેલો કર્મ સાથેનો જે સંબંધ, તે બંધ કહેવાય છે. તે કર્મબંધના કારણે જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં અત્યંત દારુણ દુઃખનો અનુભવ કરે છે. સંસારમાં જન્મ, જરા, મરણ, રોગ, ક્ષુધા, તૃષા આદિ અનંત દુઃખોનો તે અનુભવ કરે છે. આજ સુધી તેને એક ક્ષણને માટે પણ નિરાકુળ સુખની પ્રાપ્તિ થઈ નથી. કર્મનો વિયોગ થતાં જીવનો મોક્ષ થાય છે ત્યારે તેને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે બંધનયુક્ત પ્રાણીનું બંધન છોડતાં તે સ્વતંત્ર થઈને સુખી થાય છે, તેવી જ રીતે કર્મબંધનમાંથી છૂટો થતાં આત્મા સ્વાધીન થઈને અનુપમ સુખનો અનુભવ કરે છે.
જો વર્તમાનમાં આત્માને કોઈ વળગણ ન હોત તો તે શુદ્ધ અવસ્થામાં હોત અને અનંતાનંત સુખનો ઉપભોગ કરતો હોત; પરંતુ તે વર્તમાનમાં કર્મથી યુક્ત છે અને તેથી તે દુઃખી છે. તે કર્મો બાંધે છે અને બાંધેલાં કર્મને ભોગવવા માટે તે નવા જન્મો ધારણ કરે છે. તેને બાંધેલાં કર્મોનું ફળ ભોગવવું પડે છે અને તે વખતે તેમાં સમભાવ ન રહેતાં તે બીજાં નવાં કર્મો બાંધે છે. આ પરંપરા ચાલુ જ રહે છે અને તેનો સંસાર પણ ચાલુ જ રહે છે. પોતાના કર્મ અનુસાર જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં અને બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં ચક્કર લગાવતો રહે છે. સંસારી જીવ કર્મને વશ થઈને સદા પરિભ્રમણ કર્યા કરે છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ દ્વારા જીવ સદા કર્મબંધ કર્યા કરે છે અને કર્મબંધના કારણે જ જીવને સંસારનાં દુઃખ ભોગવવાં પડે છે. મિથ્યાત્વાદિના કારણે આત્મા અને કર્મ એ બે ભિન્ન પદાર્થોનો સંયોગ થાય છે. જેનો સંયોગ થાય છે તેનો વિયોગ અવશ્ય થાય છે. આત્માની સાથે જે કર્મનો સંયોગ થાય છે, તેનો આત્માથી વિયોગ અવશ્ય થાય છે. પરંતુ કર્મના વિયોગ સમયે અજાગૃતિના કારણે જીવ અને કર્મનો નવો સંયોગ થાય છે અને તેથી કર્મનો સર્વથા વિયોગ હજી સુધી થયો નથી. જ્યારે સર્વ કર્મોનો વિયોગ થાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે. કર્મ અને આત્માનો સંયોગ એ જ સંસાર છે અને બન્નેનો સદા માટે સદંતર વિયોગ થવો તેનું જ નામ મોક્ષ છે. કર્મબંધનથી સર્વથા મુક્ત થવું એ જ મોક્ષ છે, એ જ સિદ્ધત્વની પ્રાપ્તિ છે. જ્યારે આત્મા કર્મથી સર્વથા મુક્ત થાય છે, ત્યારે તેનું અચિંત્ય સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણરૂપ અને અવ્યાબાધ સુખરૂપ સ્વરૂપ પ્રગટ થાય છે, જેને મોક્ષ કહેવાય છે. આ આત્માની પરમવિશુદ્ધ અવસ્થા છે.
રંગભૂમિ ઉપર ભજવવામાં આવતાં નાટકોમાં નાયક અને ખલનાયક એમ બને પ્રકારનાં પાત્ર હોય છે. ખલનાયકનું કામ નાયકને જુદી જુદી રીતે બાધા પહોંચાડવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org